Not Set/ દાહોદમાં ચાર વિદ્યાર્થીના ડૂબવાથી થયા મોત

દાહોદ, દાહોદમાં ચાર વિદ્યાર્થીઓના ડેમમાં નાહવા પડવાથી મોત થયા છે. આ ચારેય વિદ્યાર્થી દાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હતા. જો કે શાળામાં વેકેશન હોવાથી પિકનીક માટે અહીં આવ્યા હતા અને કાલીડેમમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ પાણીમાં ગૂંગળાઇ ગયા હતા. આ ચારેયને પાણીમાં તરતા ન આવડતું હોવાથી ડૂબી ગયા હતા […]

Gujarat

દાહોદ,

દાહોદમાં ચાર વિદ્યાર્થીઓના ડેમમાં નાહવા પડવાથી મોત થયા છે. આ ચારેય વિદ્યાર્થી દાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હતા. જો કે શાળામાં વેકેશન હોવાથી પિકનીક માટે અહીં આવ્યા હતા અને કાલીડેમમાં નાહવા માટે ગયા હતા.

આ દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ પાણીમાં ગૂંગળાઇ ગયા હતા. આ ચારેયને પાણીમાં તરતા ન આવડતું હોવાથી ડૂબી ગયા હતા અને મોતને ભેટયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહના બહાર કાઢ્યા હતા. બાદમાં સ્થાનિકોએ ઘટના અંગેની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.