Surat News : સુરતના તાતીથૈયા ખાતે યુવકની નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ગોકુળધામ સોસાયટીમાં એક શખ્સે યુવકની હત્યા કરી નાંખી હતી. બોરીકર નામના યુવકને તેના ઘરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં બોરીકર ઘરમાં સુતો હતો ત્યારે તિત્ર્ણ હથિયાર વડે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.
બીજીતરફ પ્રેમ પ્રકરણને લઈને આ હત્યા કરવામાંઆવી હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે પોલીસને જાણ થતા કડોદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને હત્યા કરનાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આ રીતે કરાઇ પાટણ
