કોલંબો,
શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમે વધુ એકવાર મેજર અપસેટ સર્જતા યજમાન શ્રીલંકન ટીમને ૨ વિકેટે હાર આપી હતી. આ વિજય સાથે જ બાંગ્લાદેશે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ આ શાનદાર વિજય બાદ પણ બાંગ્લાદેશ ટીમના કેપ્ટન સકીબ ઉલ હસન અને સાથી ક્રિકેટર નુરુલ હસનને ICCની આચારસંહિતાના ભંગ બદલ મેચ ફીના ૨૫ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ICC દ્વારા સકીબ ઉલ હસન અને નુરુલ હસનને ICCના આચારસંહિતાના લેવલ ૧ મુજબ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
Shakib Al Hasan and reserve player Nurul Hasan have both been fined 25% of their match fees and also received one demerit point for breaching Level 1 of the ICC Code of Conduct in separate incidents in Colombo on Friday https://t.co/jgDg1Ah6GQ pic.twitter.com/BBCZ0QlivB
— ICC Media (@ICCMediaComms) March 17, 2018
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રમાયેલી રોમાંચક મેચમાં બાંગ્લાદેશ મેચની અંતિમ ઓવરમાં પોતાના વિજયની નજીક પહોચી ગયું હતું ત્યારે ઓવરના પ્રથમ બે બોલ પર યજમાન ટીમના ઝડપી બોલરે બે બાઉન્સર માર્યા બાદ અમ્પાયર દ્વારા નો-બોલ આપવામાં આવ્યો ન હતો. ઉડાના દ્ગવારા ફેકવામાં આવેલા બીજા બાઉન્સર દરમિયાન રન લેવા જતા મુસ્તાફીઝૂર રહેમાન રન આઉટ થયો અને ત્યારબાદ કેપ્ટન સકીબ ઉલ હસને ક્રીઝ પર રહેલા ટીમના ખેલાડીઓને પેવેલિયન પાછા બોલાવવા માટે ઈશારો કર્યો હતો.

જો કે ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બનતા બાંગ્લાદેશ ટીમના નુરુલ હસન સહિતના કેટલાક ખેલાડીઓ પોતાના ડ્રેસિંગરૂમમાંથી બહાર આવી મેદાનમાં વચ્ચે આવી ગયા હતા અને શ્રીલંકાના કેપ્ટન થીસરા પરેરા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ મેચની પરિસ્થિતિ અંકુશ હેઠળ લાવવામાં આવે તે પહેલાં શરૂ નુરુલ હસને થીસરા પરેરા સાથે ઝપાઝપી કરી હતી તેમજ મેચ જીત્યા બાદ ડ્રેસિંગરૂમમાં તોફફોડ પણ કરી હતી. ડ્રેસિંગરૂમમાં કરવામાં આવેલી તોડફોડનો CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા અને ત્યારે આ મામલે બંને ક્રિકેટરોને દંડ ફટકારવામાં આવ્યો છે.
ICC દ્વારા, મેદાનના અમ્પાયરો રેવિન્દર વિમ્માલાસિરી અને રુચિરા પલ્લયગુરુગે, ત્રીજા અમ્પાયર રોનમોરે માર્ટિન્સઝ અને ચોથા અમ્પાયર લિન્ડન હેનીબ્લની જોડીએ બંને ખેલાડીઓને સામે આરોપ મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેચ રેફરી ક્રિસ બ્રોડે આ બાંગ્લાદેશી ખેલાડીઓને ખરાબ વર્તન કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ICC દ્વારા જણાવ્યા મુજબ, બાંગ્લાદેશના કેપ્ટન સકીબ ઉલ હસનને ખેલાડીઓ તેમજ તેઓના સપોર્ટ માટેની ICCની આચારસંહિતાના આર્ટિકલ ૨.૧.૧ મુજબ નિયમનો ભંગ કર્યો હતો જે “આ વર્તણૂક જે રમતની ભાવના વિરુદ્ધ છે” સાથે સંબંધિત છે, જયારે નુરુલ હસનને કલમ ૨.૧.૨ નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે “વર્તન રમતને બદનામ કરે છે” સાથે સબંધિત છે.
