રાંચી,
બિહારના સૌથી ચર્ચાસ્પદ એવા ઘાસચારા કૌભાડમાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને કોર્ટ દ્વારા વધુ એકવાર દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા લાલુપ્રસાદ યાદવને ચારા કૌભાંડના દુમકા ટ્રેઝરી કેસ મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
Lalu Prasad Yadav leaves CBI court in Ranchi after being pronounced guilty in Fodder scam (Dumka Treasury) case pic.twitter.com/PbmdprcFR6
— ANI (@ANI) March 19, 2018
સોમવારે દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાના કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને આરજેડી સુપ્રિમોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સાથે લાલુપ્રસાદ યાદવ ચારા કૌભાંડ સાથે જોડાયેલા કુલ ૬ કેસમાંથી ૪ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જયારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેઓની સાથે મહેન્દ્રસિંહ બેદી, અધીપ ચંદ, ધ્રુવ ભગત અને આનંદ કુમારને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. RJD સુપ્રિમોને દોષિત ઠેરવ્યા બાદ તેઓની સજાનું એલાન પર ચર્ચા ૨૧,૨૨ અને ૨૩ માર્ચના રોજ થશે.
Ajab hai Narendra Modi aur Nitish ka mel, ajab hai khel, dubara se ho gaya Jagannath Mishra riha, aur Lalu Yadav ko jail. Ek aadmi ko jail, ek aadmi ko bail, ye hai Narendra Modi ka khel: Raghuvansh Prasad Singh, RJD pic.twitter.com/xz5jqnvo9t
— ANI (@ANI) March 19, 2018
બીજી બાજુ લાલુ યાદવને દોષિત ઠેરવ્યા બાદ આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશ કુમાર પણ નિશાન સાધ્યું હતું. આ બંને નેતાઓ પર હુમલો બોલતા તેઓએ જણાવ્યું, “અઝબ છે નરેન્દ્ર મોદી અને નીતીશનો મેળાપ, અઝબ છે આ રમત, બીજી વાર જગન્નાથ મિશ્રા નિર્દોષ અને લાલુને જેલ. એક વ્યક્તિને જેલ અને બીજા વ્યક્તિને બેલ, આ છે નરેન્દ્ર મોદીની રમત”.’
ઉલ્લેખનિય છે કે, લાલુ યાદવ હાલના સમયમાં બીમાર હોવાથી તેમને રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા હતા. લાલુ કોર્ટમાં રવાના થઇ ગયા છે. તેઓ છેલ્લાં ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. જેથી આ પહેલાં શનિવારના રોજ ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં નિર્ણય આવવાનો હતો જેને ટાળી દેવાયો હતો.
તમને જણાવી દઇએ કે, આ કેસ દુમકા તિજોરીમાંથી ગેરકાયદે પૈસા ઉપાડવા સાથે જોડાયેલ છે. દુમકા તિજોરીમાંથી વર્ષ ૧૯૯૫થી ૧૯૯૬ વચ્ચેના સમય દરમિયાન ૩.૭૬ કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાને લઇ સીબીઆઈએ ૧૯૯૬માં કેસ નોધ્યો હતો. આ રકમ કેસની તપાસ બાદ સીબીઆઈએ ૧૧ એપ્રિલ ૧૯૯૬ના રોજ રિપોર્ટ નોંધાવ્યો હતો.
આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં આ ચાર ગોટાળાના પ્રથમ એવા કેસ દેવઘર ટ્રેઝરીથી ગેરકાયદેસર રૂપિયા ઉપાડવા મામલે સીબીઆઈ (CBI)ની ખાસ કોર્ટે આરજેડી સુપ્રીમને સાડા ત્રણ વર્ષની જેલ અને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સજા બાદ લાલુની પાસે હાઇકોર્ટમાંથી જામીન લેવાનો વિકલ્પ હતો તેના આધાર પર તેઓએ ઝારખંડ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જયારે ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલ ચાઇબાસા ટ્રેઝરીમાંથી ઉચાપતના કેસમાં સીબીઆઈની કોર્ટે દોષિત ગણાવતા પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે લાલુ યાદવ પર ૧૦ લાખ અને જગન્નાથ મિશ્રા પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
