Not Set/ મનીલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે બેઠક યોજાઈ

ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે બેઠક યોજાઈ હતી બંને નેતાઓએ દ્વિપક્ષિય મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. છેલ્લાં છ મહિનામાં આ બંને મહાનુભાવો વચ્ચે આ બીજી બેઠક છે.ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો ખુબ જ જૂના અને […]

World
narendra modi meeting us president 8a842e98 5aff 11e7 a18d 042ec35e3331 મનીલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે બેઠક યોજાઈ

ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે બેઠક યોજાઈ હતી બંને નેતાઓએ દ્વિપક્ષિય મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. છેલ્લાં છ મહિનામાં આ બંને મહાનુભાવો વચ્ચે આ બીજી બેઠક છે.ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો ખુબ જ જૂના અને સંગીન છે. બંને દેશો એશિયા અને માનવતા માટે સાથે મળીને કામગીરી બજાવશે.વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળી સમગ્ર વિશ્વનું ભવિષ્ય બદલી શકે છે. અમેરિકા જ્યારે પણ ભારતનો ઉલ્લેખ કરે છે ત્યારે એકદમ ઉષ્માપૂર્વક સાથે આમ કરે છે. આ સાથે મોદીએ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો