Not Set/ માત્ર યુવાનો જ નહિ પરંતુ વૃદ્ધો પણ ફેસબુક વાપરતા થયા

અમદાવાદ ના કેવળ યુવાઓ પરંતુ વૃદ્ધો પણ હવે ધીમે-ધીમે સોશિયલ નેટવર્ક સાઈટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો ફેસબુક વધુ વાપરતા થયા છે. સંશોધકોની ટીમે આ અંગેની જાણકારી આપી છે. આ ટીમમાં એક ભારતીય મૂળના સંશોધનકર્તા અને પેન્સિલવેનિયાસ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર એસ શ્યામ સુંદર પણ સામેલ હતા. તેમનું કહેવુ છે કે, વૃદ્ધો પણ […]

Gujarat

અમદાવાદ

ના કેવળ યુવાઓ પરંતુ વૃદ્ધો પણ હવે ધીમે-ધીમે સોશિયલ નેટવર્ક સાઈટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો ફેસબુક વધુ વાપરતા થયા છે. સંશોધકોની ટીમે આ અંગેની જાણકારી આપી છે. આ ટીમમાં એક ભારતીય મૂળના સંશોધનકર્તા અને પેન્સિલવેનિયાસ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર એસ શ્યામ સુંદર પણ સામેલ હતા. તેમનું કહેવુ છે કે, વૃદ્ધો પણ ફેસબુકનો હાલ ઘણો ઉપયોગ કરતા થયા છે, ફેસબુક પર તેઓ એ જ કારણથી જાડાયા છે જેના કારણે યુવક-યુવતિઓ છેલ્લા એક દાયકાથી જાડાઈ રહ્યા છે.

પ્રોફેસર સુંદરના જણાવ્યા મુજબ  વૃદ્ધો સામાજિક સંબંધ અને જિજ્ઞાશાથી પ્રેરિત થઈને ફેસબુક સાથે જાડાય છે, પરંતુ તે ફેસબુકનો પ્રયોગ સામાજિક કામકાજ માટે પ્રેરાઈને વધુ કરતા હોય છે. સંશોધનકર્તાએ વધુમાં જણાવ્યુ કે, વૃદ્ધો જાણે છે કે તેમના બાળકો અથવા પૌત્ર-પૌત્રી ફેસબુક પર શું કરી રહ્યા છે. આ પહેલા આવુ જ એક સંશોધન ફેસબુકથી કોલેજ વિદ્યાર્થીઓના જોડાવા પર કરવામાં આવ્યુ હતું. આમાં સામાજિક સંબંધ બનાવવા અને ફેસબુક પ્રયોગ વચ્ચે સકારાત્મક સંબંધ જાવા મળ્યો હતો.

પેન્સિલવેનિયાસ્ટેટ યુનિવર્સિટીના માસ કોમ્યુનિકેશન સંશોધનકર્તા ઈયુન હવા જુંગે જણાવ્યુ કે, અમારા સંશોધનથી આજ વાત વૃદ્ધોના સંબંધમાં સામે આવી છે. સંશોધનકર્તાઓએ જાણ્યુ કે, પોતાના પરિવાર સાથે જાડાવાની ઈચ્છા અથવા તો પોતાના જુનો મિત્રો સાથે જાડાવાની ઈચ્છાના કારણે વૃદ્ધો ફેસબુક સાથે જાડાતા હોય છે. આ સંશોધન જર્નલ કોમ્પ્યુટર ઈન હ્યુમન બિહેવિયર નામની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.