Not Set/ ગરમી વધતા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો આવ્યા સામે

અમદાવાદ, કર્ણાવતી ક્લબ વધતી જતી ગરમીને લીધે અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે એરપોર્ટના મુસાફરો માટેની સ્પેશીયલ બસમાં ભીષણ આગ ભડકી હતી. આ આગ લાગવાને લીધે લોકોમાં  અફરાતફરી મચી ગઇ હતી. એસ.જી હાઈવે રોડ પરની કર્ણાવતી ક્લબ પાસે પાર્ક કરવામાં આવેલી બસમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. ત્યારે ફાયરબ્રિગેડ ટીમે આગ પર સંપુર્ણપણે કાબુ […]

Gujarat

અમદાવાદ, કર્ણાવતી ક્લબ

વધતી જતી ગરમીને લીધે અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે એરપોર્ટના મુસાફરો માટેની સ્પેશીયલ બસમાં ભીષણ આગ ભડકી હતી. આ આગ લાગવાને લીધે લોકોમાં  અફરાતફરી મચી ગઇ હતી. એસ.જી હાઈવે રોડ પરની કર્ણાવતી ક્લબ પાસે પાર્ક કરવામાં આવેલી બસમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.

ત્યારે ફાયરબ્રિગેડ ટીમે આગ પર સંપુર્ણપણે કાબુ મેળવી લીધો હતો. જો કે આ આગને લીધે બસ સંપુર્ણપણે ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બસ પાછળના કચરાના ઢગલામાં કોઈ અજાણી વ્યક્તિએ આગ લગાડતાં આગ પ્રસરીને અને બસ સુધી પહોંચી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની કર્ણાવતી ક્લબ પાસે એરપોર્ટ જતી સ્પેશીયલ બસ પાર્ક કરવામાં આવે છે. બે કલાકથી એક બસ પાર્ક કરાયેલી હતી. જે બસમાં અચાનક જ પાછળની બાજુએ આગ ભડકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયરબીગ્રેડ ટીમ દોડી આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં બસ ઓપરેટર્સ અને કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અમદાવાદના શાહપુર દરવાજા,

અમદાવાદના શાહપુર દરવાજા બહાર આવેલા કંતાનના ગોડાઉનમાં ભિષણ આગ ભડકી ઉઠતાં નાસબાગ અને અફરાતફરી મચી ગઈ હતચી.ફાયરબ્રીગેડના પંદર જેટલા વોટર ટેન્કર અને ફાયર પાઈટર દ્વારા કલાકોની જહેમત બાદ આ કાબુમાં આવી હતી. ગોડાઉનમાં ભડકી ઉઠેલી આગની લપેટમાં આજુબાજુના મકાનો પણ આવી જતાં લોકોમાં બારે ગભરાટ ફેલાઈ ગયો હતો.આગ ભડકી ઉઠવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સદ્દનસીબે કોઈ વ્યક્તિને ઈજાઓ થી ન હતી કે જાનહાની થઈ ન હતી.

રાજકોટ,

રાજકોટના સરધાર ગામે સવારે ગુરુકૃપા શોપિંગ સેંટરની એક  દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે અગ્નિશામક દળોની 2 કલાક ની જહેમત બાદ કાબુમાં આવી હતી. બે શટરવાળી જેન્તીભાઈ ચૌહાણ ની વિશાલ ફૂટવેર માં આ આગ લાગી હતી.

તાપી, કાર અને એક એક્ટીવા બળીને ખાખ,

તાપીના ઊંચા માળા વિસ્તારમાં પેટ્રોલપંપ પાસે આવેલા દુકાન સહ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની આ ઘટનામાં એક કાર અને એક એક્ટીવા બળીને ખાખ થઈ ગયા હતા. એટલુ જ નહિં પરંતુ દુકાનની પાછળના ભાગે આવેલા મકાનમાં પણ આગ પ્રસરતા મકાનમાં આવેલ તમામ કિંમતી ઘરવખરી અને માલ-સામાનને પણ વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. ફાયર વિભાગને આગ લાગવાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી..

નવસારી, કારમાં આગ 

શોર્ટસર્કિટને કારણે કારમાં આગ લાગવાના બનાવોમાં વધારે થઇ રહ્યો છે. ત્યારે હવે નવસારીમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે…મળતી માહિતી મુજબ આ કાર નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન એંધલ ગામ નજીક કારમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી. શોર્ટસર્કિટના કારણે લાગેલી આ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી કાર બળીને ખાક થઇ ગઇ હતી. જો કે કારમાં આગ લાગતા જ દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા હતા. મહત્વનું છે કે આ કારમાં બે લોકો સવાર હતા. પરંતુ સદ્દનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નહોતી થઈ.

સાબરકાંઠામાં ઘઉંના ખેતરમાં આગ, 

સાબરકાંઠામાં ઘઉંના ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. હિંમતનગરના જાબુંડા ગામે એક ખેતર આવેલું છે. જો કે આ ખેતર પરથી વિજવાયરની લાઇન પસાર થાય છે..વિજ વાયરની આ લાઉનમાં તળખો થતાં ખેતરમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. જેથી ખેતરમાં વાવેલો ઘઉંનો પાક ભડભડ સળગી ઉઠ્યો હતો. જો કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘઉંનો આ તમામ પાક બળીને ખાક થઇ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ વિકરાળ આગને કાબૂમાં લીધી હતી. મહત્વનું છે કે આ આગ લાગવાની ઘટનામાં સદ્દનસીબે જાનહાની ટળી હતી. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

નવસારીમાં એક કારમાં આગ

નવસારીમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ કાર નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન એંધલ ગામ નજીક કારમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી. શોર્ટસર્કિટના કારણે લાગેલી આ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું..જેથી કાર બળીને ખાક થઇ ગઇ હતી. જો કે કારમાં આગ લાગતા જ દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા હતા..મહત્વનું છે કે આ કારમાં બે લોકો સવાર હતા. પરંતુ સદ્દનસીબે આ બન્નેનો આબાદ બચાવ થયો હતો.