જય સુરતી સાબરકાંઠા મંતવ્ય ન્યૂઝ
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે… ખેડૂતો હવે ઈઝરાયેલના ખેડૂતોની જેમ ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યાં છે….આધુનિક ઢબે અઢળક કમાણી
આધુનિક ઢબે અઢળક કમાણી (હેડર)
ઓછા પાણીમાં મબલખ ઉત્પાદન
ખેડૂતોએ ઇઝરાયેલ ટેક્નિકથી કરી શરૂઆત
એક એકરમાં કરી હળદરની ખેતી
10 કરોડના ખર્ચે બનાવ્યું ગ્રીન હાઉસ
ઈઝરાયલ દેશ ઓછી જમીન અને ઓછા પાણીમાં પણ સારી એવી ખેતી કરીને ખેતીમાં આગળ વધ્યો છે.. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઈઝરાયલના ખેડુતોની જેમ ખેતી કરી વધુ ઉત્પાદન મેળવવા આગળ આવ્યા છે… આ વખતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયલ ટાઇપની પદ્ધતિથી હળદરની ખેતી કરવામાં આવી… હળદરની ખેતી જો સીધી જમીન પર કરવામાં આવે તો ઓછુ ઉત્પાદન મળે છે.. પરતું ઈઝરાયેલ પદ્ધતિથી ચાર ગણું ઉત્પાદન મેળવી શકે છે.. એ જ રીતે ખેડૂતે આ વખતે વધુ ઉત્પાદન મેળવવા માટે અનોખી પદ્ધતિ અપનાવી છે.
રૂપાલ કંપા ગામના ખેડૂત ચંદ્રકાંતભાઇ પટેલે ચાર એકરમાં ખેતરમાં આશરે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતા મસાલા પાક એવા હળદરના ખેતી શરૂ કરી હતી… આ માટે તેઓેએ હાઈટેક વર્ટિકલ ફાર્મિગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવી ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદરનું વાવેતર કર્યું છે….આ પ્રકારની ખેતીથી જમીનના એકર દીઠ 500 થી 800 ટન ઉત્પાદન મળશે….એટલે કે તેમને એક એકર જમીન પર આશરે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાની આવક મળી રહેશે…
હાલ તો ખેડૂતો અવનવી ખેતી કરીને સારુ ઉત્પાદન મેળવવા પ્રયાસો કરે છે પરંતુ આ ખેતી મોંઘી પડે છે. હાલ ખેડૂતોની માંગણી છે કે સરકાર આ અંગે કોઈ સહાય કે સબસિડી આપે તો તેમને ફાયદો થઈ શકે છે. જો આવું થઈ શકે તો વધારે ખેડૂતો આવી આધુનિક ખેતી તરફ વળી શકે છે….
