બનાસકાંઠા,
બનાસકાંઠામાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. આપને જણાવી દઇએ કે આ મૃતક યુવાન પદયાત્રી હતો.. મળતી માહિતી મુજબ એક પદયાત્રી સાંચોર હાઇવે પરથી માંગરોળ ચાલતા દર્શન કરવા માટે જતો હતો.
આ દરમિયાન માંગરોળ પાસેથી એક વાહન ચાલક પૂરઝડપે પસાર થતો હતો. પૂર ઝડપે પસાર થતાં વાહનચાલકે પદયાત્રીને ટક્કર મારી હતી. જેથી આ પદયાત્રી રસ્તા પર ફંગોળાઇ ગયો હતો..જ્યાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જો કે આ અજાણ્યા વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક પદયાત્રીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેમજ ગુનો નોંધીને ફરાર વાહનચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.
