દિલ્લી,
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC / ST)ના એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર બાદ દેશભરના દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહેલું આંદોલને હવે વધુ હિંસક બન્યું છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દલિતોના આંદોલનની સૌથી વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એમપીમાં અત્યારસુધીમાં ૪ વ્યક્તિઓના મોત થયા છે જયારે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં એક – એક વ્યક્તિના મોત નિપજ્યા છે. રાજસ્થાનના બાડમેરમાં થયેલી હિંસક ઝડપમાં ૨૫થી વધુ લોકો પણ ઘાયલ થયા છે.
#BharatBandh over SC/ST protection act: Protest turns violent in Barmer, cars and property damaged. #Rajasthan pic.twitter.com/gZ0rtMSeg5
— ANI (@ANI) April 2, 2018
ભારતબંધ પર LIVE અપડેટ્સ,
પશ્ચિમી ઉત્તરપ્રદેશના હાપુડમાં પ્રદર્શન કરી રહેલા દલિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે પણ દલિત સમર્થકોને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
#BharatBandh over SC/ST protection act: Scuffle between protesters and Police in Ranchi #Jharkhand pic.twitter.com/6QCPjVT6KT
— ANI (@ANI) April 2, 2018
ઝારખંડના રાંચીમાં દલિત સમર્થકોની ભીડ રસ્તો જામ કરીને બસ રોકવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડી ઝડપ જોવા મળી હતી.
ભારતબંધનું સમર્થન કરી રહેલા પ્રદર્શનકારીઓએ મેરઠમાં દિલ્લી-દહેરાદૂન હાઇવે પર ૨ બસોમાં આગ લગાડી લીધી હતી અને ત્યારબાદ આ સંપૂર્ણ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
#BharatBandh over SC/ST protection act: Protest turns violent in Meerut, cars damaged pic.twitter.com/T5a9szGtDI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2018
દલિત સમર્થકોએ મેરઠમાં કંકરખેડાની શોભાપુર પોલીસ ચોકીને પણ આગને હવાલે કરી દીધી છે. આ ઉપરાંત તેઓએ કેટલાક વાહનોમાં પણ આગ ચાંપી છે.
જયારે બિહારમાં પણ ભારતબંધના એલાનને સમર્થન મળ્યું છે. બિહારના હાજીપુરમાં પ્રદર્શનકારીઓએ કોચિંગ ઇન્સ્ટીટયુટને પણ આગને હવાલે કરી દીધી છે. આ દરમિયાન આ સંસ્થાના સંચાલકો અને દલિત સમર્થકો વચ્ચે પથ્થરમારો અને મારપીટ પણ થઇ હતી.
#BharatBandh over SC/ST protection act: Different groups including CPIML activists protest in Bihar's Arrah, block a train pic.twitter.com/ss4jn1C4ak
— ANI (@ANI) April 2, 2018
આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ કોચિંગ ઇન્સ્ટીટયુટના વિધાર્થીઓની સાઇકલ તેમજ બેસવા માટેની બેંચોને પણ આગને હવાલે કરી હતી. તેમજ આરાહમાં પણ પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
#BharatBandh over SC/ST protection act: Visuals of protest from Rajasthan's Bharatpur pic.twitter.com/m3C8nBqXvW
— ANI (@ANI) April 2, 2018
રાજસ્થાનના ભરતપુરમાં દલિત મહિલાઓ લાકડીઓ લઈને રસ્તા પર આવી ગઈ હતી અને ચક્કાજામ કર્યો હતો. જયારે બાડમેરમાં પોલીસ અને પ્રદર્શન આકરી રહેલા સમર્થકો વચ્ચે હિંસક ઝડપ પણ જોવા મળી હતી. જેમાં પોલીસના કર્મચારીઓ સહિત ૨૫ લોકો ઘાયલ થયા છે.
#BharatBandh over SC/ST protection act: Visuals of protest from Mandi House in Delhi pic.twitter.com/7gfHhMS4YI
— ANI (@ANI) April 2, 2018
ભારતબંધની હિંસક ઝડપની અસર રાજધાની દિલ્લીમાં પણ જોવા મળી રહી છે. સાઉથ દિલ્લીના પ્રહલાદપુર વિસ્તારમાં પણ દલિત સંગઠનો દ્વારા હિંસક પ્રદર્શન દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાં પ્રદર્શનકારીઓએ આ વિસ્તારની દુકાનો બંધ કરીને પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સબ્જીમંડી વિસ્તારમાં દલિત સમર્થકોએ વિરોધ નોધાવ્યો હતો.
#BharatBandh over SC/ST protection act: Protesters stop train in Punjab's Patiala pic.twitter.com/JCohWtQaXO
— ANI (@ANI) April 2, 2018
પંજાબના પટિયાલામાં પણ પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને જામ લગાવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં દલિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા રહી હતી.
#BharatBandh over SC/ST protection act: Visuals from Amritsar #Punjab pic.twitter.com/7K5632j76Z
— ANI (@ANI) April 2, 2018
પંજાબના અમૃતસરમાં પણ વિરોધ પ્રદર્શનને કારણે રસ્તા પર સન્નાટો જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં સુરક્ષાબળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
બિહારના અરરિયા, સુપૌલ, મધુબાની, દરભંગા, જહાનાબાદ અને આરામાં પણ ભીમ સેના દ્વારા ટ્રેન રોકી અને રસ્તા જામ કરીને વિરોધ પ્રદર્શન નોધાવ્યું હતું.
ઓડિશાના સંભલપુરમાં પણ પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પંજાબ સરકારના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ પર લગામને ધ્યાનમાં રાખીને રવિવારે સાંજે ૫ વાગ્યાથી સોમવારે રાત્રે ૧૧ વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
મહારાષ્ટ્રના નંદુરબારના શહાદા-પાડદલામાં બસ પર પથરાવ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર SC અને STના એક્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ કેન્દ્ર સરકાર પર પણ આરોપ લાગી રહ્યા છે કે, અદાલતમાં આ મામલાને મજબૂતીથી પોતાનો પક્ષ રાખવામાં સરકાર નિષ્ફળ રહી છે.
સરકાર દ્વારા આ મામલે દાખલ કરાશે રિવ્યુ પીટીશન
I wish to convey that today we've filed a petition on the judgement by Supreme Court on the SC/ST act. We have filed a comprehensive review petition which will be presented before the court by the senior lawyers of the government: Ravi Shankar Prasad, Union Law Minister #SCSTAct pic.twitter.com/d7fzlUtTHy
— ANI (@ANI) April 2, 2018
દલિત સંગઠનો અને એનડીએના દલિત સાંસદોએ પણ આ સંબંધે સરકાર સાથે વાત કરી છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં એનડીએના દલિત સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યરબાદ સોમવારે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રિમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરશે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કરીને રિવ્યુ પીટીશન દાખલ કરવા અંગે જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટના સંદર્ભમાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર અરજી સોમવારના રોજ દાખલ કરવામાં આવશે.
