કોલકાતા,
પશ્ચિમ બંગાળના કોલકતાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના બહાર આવી છે. કોલકાતાના બેહાલા વિસ્તારમાં પોલીસને ફ્રીજમાં એક મહિલાની લાશ મળી હતી.
પ્રારંભિક જાંચ-પડતાલ પ્રમાણે મહીલાની લાશ લગભગ બે વર્ષથી ફ્રીજમાં સંતાડીને રાખવામાં આવી હતી. મહિલાની લાશને તેના પુત્ર દ્વારા જ રાખવામાં આવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરતા મહિલાના પુત્ર અને પતિની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પેન્શન મેળવવાની લાલચમાં પુત્રે બે વર્ષ સુધી પોતાના માની લાશને ડીપ ફ્રીજમાં સાચવી રાખી હતી. પુત્ર પોતાની માતાને જીવંત દેખાડીને માતાના નામના આધારે અત્યાર સુધી પેન્શન લેતો હતો. આરોપી પુત્રનું નામ સુબ્રત મજુમદાર(46) છે. જયારે મૃતક માતાનું નામ બીના મજુમદાર(87) અને તેમના પતિનું નામ ચંદ મજુમદાર(89) છે.

પોલીસની પ્રાથમિક જાંચમાં બહાર આવ્યું છે કે બીના એક સરકારી કર્મચારી હતા અને રીટાયર્મેન્ટ બાદ પતિ સાથે ઘરમાં જ રહેતા હતા. વર્ષ 2015 માં હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. મોત બાદ પુત્ર સુબ્રત અંતિમસંસ્કારના નામે લાશને પોતાના ઘર લઇ આવ્યો હતો અને લાશને ફ્રીજમાં રાખી દીધી હતી.
#WestBengal: Police recovered body of a female from a refrigerator inside a house in Behala, Kolkata. The body was preserved for 2 years in the refrigerator by her son. Woman's son and husband detained for interrogation. Investigation underway. pic.twitter.com/DXXzDWme5s
— ANI (@ANI) April 5, 2018
બીનાનાં શરીરના જે ભાગો સડવાનો ભય હતો જેમ કે કીડની, લીવર વગેરે તેવા ભાગોને શરીરથી અલગ કરીને સુબ્રતે એક મોટી બરણીમાં રાખી દીધા હતા. પોલિસે બીનનાં શરીર સિવાય મોટી બરણી પણ કબજે કરી હતી, જેમાં શરીરનાં અન્ય ભાગ હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને મામલાના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આગળ જાંચ શરુ કરી દીધી છે.
