બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૫૬ રનના ટાર્ગેટને ૧૯.૩ ઓવરમાં વટાવી બેંગ્લોરની ટીમે ટુર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શાનદાર વિજયના હિરો મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સ, ઓપનર બેટ્સમેન ડી કોક, અને ઝડપી બોલર ઉમેશ યાદવ રહ્યા હતા. પરંતુ ઝડપી બોલર ઉમેશ યાદવને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઉમેશ યાદવે ૪ ઓવરમાં ૨૩ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને પંજાબની ટીમને ૧૫૬ સુધી રોકવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.
That is Game, Set and Match @RCBTweets courtesy an @ABdeVilliers17 special. RCB register their first win in the #VIVOIPL beating @lionsdenkxip by 4 wickets pic.twitter.com/hR4kjkMEIa
— IndianPremierLeague (@IPL) April 13, 2018
ટોસ હારીને પ્રથમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૫૬ રનના સ્કોરે તંબુભેગી થઇ ગઈ હતી. પંજાબ તરફથી ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલે વધુ એક શાનદાર ફોર્મ દાખવતા ૩૦ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા જયારે કરુણ નાયર ૨૯ અને કેપ્ટન આર અશ્વિને ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય પંજાબનો કોઈ બેટ્સમેન RCBની બોલિંગ સામે ટકી શક્યો ન હતો.
RCB તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર ક્રિશ વોક્સ અને સ્પિનર વોશિંગ્ટન સુંદરે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૫૭ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલી પણ વધુ સમય ટકી શક્યો ન હતો અને ૨૧ રન બનાવી મુજીબનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે વિકેટકીપર બેટ્સમેન ડી કોકે ૩૪ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા.
જો કે ત્યારબાદ બેટિંગ કરવા મેદાને ઉતરેલા એ બી ડિવિલિયર્સે પંજાબના બોલરોની ધુલાઇ કરતા માત્ર ૪૦ બોલમાં ૫૭ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ૫૭ રનની તૂફાની ઇનિંગ્સમાં ડિવિલિયર્સે ૪ સિક્સર અને ૨ ચોક્કા ફટકારી આઉટ થયો હતો. ડિવિલિયર્સ ના આઉટ થયા બાદ મનદીપ સિંઘે ૨૨ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન આર અશ્વિને ૨ વિકેટ ઝડપી હતી.
