Not Set/ કઠુઆ રેપ-હત્યા કેસની સુનવણી શરૂ,પીડીતાની વકિલે કહ્યું:મારી પર થઇ શકે છે રેપ

  જમ્મુ દેશ આખાને હચમચાવનાર કાશ્મીરના કઠુઆ રેપ અને હત્યા કેસની આજે કોર્ટમાં પહેલી સુનવણી થશે.જો કે કોર્ટમાં કેસની સુનવણી અગાઉ જ પીડીતાના વકિલ દીપીકા સિંહ રાજાવતે પોતાને મળતી ધમકીઓ વિશે જણાવ્યું હતું કે મારી પર પણ રેપ થઇ શકે છે.પોતાની હત્યાની શંકા બતાવીને દીપીકા સિંહે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ટ્રાન્સફર કરવા માંગણી કરી છે.આ […]

Top Stories

 

જમ્મુ

દેશ આખાને હચમચાવનાર કાશ્મીરના કઠુઆ રેપ અને હત્યા કેસની આજે કોર્ટમાં પહેલી સુનવણી થશે.જો કે કોર્ટમાં કેસની સુનવણી અગાઉ જ પીડીતાના વકિલ દીપીકા સિંહ રાજાવતે પોતાને મળતી ધમકીઓ વિશે જણાવ્યું હતું કે મારી પર પણ રેપ થઇ શકે છે.પોતાની હત્યાની શંકા બતાવીને દીપીકા સિંહે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ટ્રાન્સફર કરવા માંગણી કરી છે.આ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં પીટીશન થઇ શકે છે.

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે રેપ કર્યા બાદ તેની કરવામાં આવેલી હત્યાના મામલે રાજ્ય બહાર કેસ ટ્રાન્સફર કરવા પીડીતનો પરિવાર સુપ્રિમ કોર્ટમાં અરજી કરી શકે છે.પીડીત પરિવારનું કહેવું છે કે તેમને આરોપીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.

કઠુઆના એક નાના ગામના મંદિરની દેખભાળ કરતાં સાંજી રામને આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ બતાવવામાં આવે છે.સાંજી રામ સાથે પોલિસ અધિકારી દીપક ખજુરીયા અને સુરેન્દ્ર વર્માએ આ દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોર્ટમાં રજુ થયેલી ચાર્જશીટમાં કઠુઆમાંથી અલ્પસંખ્યક ધુમંતુ સમુદાયને ભગાડવાનું સુનોયજીત ષડયંત્ર જણાવ્યું છે.