Not Set/ સુરત: ઓનલાઈન ડુપ્લીકેટ શુઝ વેચવાર રેકેટનો પર્દાફાશ, બે કરોડની કિંમતના શુઝનો જથ્થો કર્યો જપ્ત

સુરત, સુરતમાં ઓનલાઈન ડુપ્લીકેટ શુઝ વેચવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ત્યારે નકલી શુઝ બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. સુરતના ઉધના વિસ્તારમાંથી ગોડાઉન ઝડપાયું હતુ. લાખો રૂપિયાના શુઝનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. અલગ અલગ કંપનીના શૂઝનું ડુપ્લીકેટ કરી ઓનલાઈન વેચાણ કરવામાં આવતુ હતુ. મળતી માહિતી બ્રાન્ડેડ કંપનીના શુઝનું ડુપ્લીકેટ કરી ઓનલાઇન વેચાણ કરાતુ હતુ. બે […]

Top Stories Gujarat

સુરત,

સુરતમાં ઓનલાઈન ડુપ્લીકેટ શુઝ વેચવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ત્યારે નકલી શુઝ બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. સુરતના ઉધના વિસ્તારમાંથી ગોડાઉન ઝડપાયું હતુ. લાખો રૂપિયાના શુઝનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.

અલગ અલગ કંપનીના શૂઝનું ડુપ્લીકેટ કરી ઓનલાઈન વેચાણ કરવામાં આવતુ હતુ. મળતી માહિતી બ્રાન્ડેડ કંપનીના શુઝનું ડુપ્લીકેટ કરી ઓનલાઇન વેચાણ કરાતુ હતુ. બે કરોડની કિંમતનો શુઝનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. ઉધના રોડ નંબર 6 પર ખાતા નંબર 91માં આવેલા એક ગોડાઉનમાં કોપીરાઇટની ટીમે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા.

આ ગોડાઉન માંથી પુમા, એડિડાસ, નાઈક જેવી મોટી-મોટી કંપનીઓના નકલી શુઝનો મોટો જથ્થો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનીય છેકે અવારનવાર ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી તેને વેચતા માફિયાઓ ઝડપાતા હોય છે.