દિલ્લી,
છેલ્લા કેટલાક સમયથી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણીને લઇ અસંતોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજો આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને CJI વિરુધ પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ CJI વિરુધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે.
We have moved an impeachment motion seeking the removal of CJI Dipak Misra: Ghulam Nabi Azad after meeting Vice President Venkaiah Naidu pic.twitter.com/h5QSh7Y4vc
— ANI (@ANI) April 20, 2018
શુક્રવારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં બેઠક થઇ હતી અને ત્યારબાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુને પોતાનો પ્રસ્તાવ આપવા માટે પહોંચ્યા છે.
ઉપ-રાષ્ટ્રપતિને મળવા માટે પહોચેલા વિપક્ષી પાર્ટીઓના આ નેતાઓ હતા શામેલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા વિરુધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવમાં વિપક્ષી દળોના શીર્ષ નેતાઓ શામેલ હતા. જેમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, કે ટી એસ તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, એનસીપી નેતા વંદના ચૌહાણ અને CPIના કે ડી રાજા શામેલ હતા. જયારે લાલુપ્રસાદ યાદવની પાર્ટી RJD અને TMC હજી સુધી મહાભિયોગ લાવવાના પ્રસ્તાવથી દૂર રહ્યા છે.
વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું, “અમે મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ પાસે જઈ રહ્યા છે. અમને સાત વિપક્ષી પાર્ટીઓનું સમર્થન છે, જેમાં કોંગ્રેસ, CPI, CPM, એનસીપી, બીએસપી, મુસ્લિમ લીગ અને સમાજવાદી પાર્ટી શામેલ છે”.
71 MPs had signed the impeachment motion (against CJI) but as 7 have retired the number is now 64. We have more than the minimum requirement needed to entertain the motion and we are sure that the Hon Chairman will take action: Ghulam Nabi Azad after meeting Vice President pic.twitter.com/QYLGXjInjU
— ANI (@ANI) April 20, 2018
તેઓએ વધુમાં જણાવ્યું, “વિપક્ષી દળોના કુલ ૬૪થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ પર પોતાના હસ્તાક્ષર કર્યા છે અને CJI વિરુધ મહાભિયોગ લાવવા માટે જરૂરી આંકડા કરતા તે વધુ છે. ત્યારબાદ તેને રાજ્યસભાના ચેરમેન સાથે મુલાકાતમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે અને અમને આશા છે કે ઉપ-રાષ્ટ્રપતિ આ માટે જરૂરી એક્શન લેશે”.
આ દરમિયાન કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે CJI વિરુદ્ધ આ મુખ્ય ૫ કારણો જણાવ્યા હતા :
We wish this day had never come in the fabric of our constitutional framework. Since the day he (Dipak Misra) was appointed as CJI there have been questions raised in the manner in which he has dealt with certain cases: Kapil Sibal, Congress on Impeachment Motion against CJI pic.twitter.com/kXx6N38hr2
— ANI (@ANI) April 20, 2018
વિપક્ષી દળોનો તર્ક છે કે સુપ્રીમ કોર્ટના જજોને શા માટે મીડિયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી.
ચીફ જસ્ટિસ વહીવટી નિર્ણયો બાદ પણ ખુબ નારાજગી જોવા મળી છે.
મીડિયા સામે આવેલા ચાર જજો બતાવવા માંગતા હતા કે, સુપ્રીમ કોર્ટમાં બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી.
છેલ્લા ત્રણ મહિનામાં કઈ પણ બદલાયું નથી. SCના ચીફ જસ્ટિસ પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે.
ચીફ જસ્ટિસ પોતાની તટસ્થતા માટે જાણવામાં આવે છે પરંતુ જજ લોયા કેસ અને પ્રસાદ ઇન્સ્ટીટયૂટના કેસને લઇ વિવાદ થયો હતો.
મહત્વનું છે કે, બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસની ફરીથી તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી ગુરુવારે કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. આ અંગે વધુમાં જણાવતા કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારની જનહિત અરજીઓ કોર્ટનો સમય બર્બાદ કરે છે.
આ કેસની સુનાવણીમાં CJI દિપક મિશ્રા પણ શામેલ હતા. કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે, “આ ઈતિહાસનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે”.
