કચ્છ
કચ્છમાં બાબા સાહેબને જૂતાંનો હાર પહેરાવતા દલિત સમાજમાં રોષ પ્રવર્ત્યો હતો. અંજારના ભીમાસર પંચાયત કચેરીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જૂતાનો હાર પહેરવવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા.

કેટલાક અસામાજિક તત્વોએ પ્રતિમાને જૂતા-ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. જેને પગલે દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. બાબાસાહેબને જૂતાનો હાર પહેરાવેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંજાર પંથકના અનુસૂચિત જાતિના લોકો રાતાચોળ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા.

તેના લીધે પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રાજકીય આગેવાનો ઘટનાસ્થળે પહોચ્યા હતા. લોકોએ બાબાસાહેબની પ્રતિમા સાથે અપમાનિત કરવાની કરતૂત કરનારને ઝડપી પાડવા માટે રજૂઆત કરી કરી હતી.
