Not Set/ મિશન કર્ણાટક પર PM મોદી, કહ્યું, “રાજ્યમાં ભાજપની હવા નહીં આંધી જોવા મળશે”

મૈસુર, દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું અજમાવવામાં આવી રહ્યું છે, ત્યારે મંગળવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પર છે. મિશન કર્ણાટક પર મૈસુર પહોચેલા પીએમ મોદીએ મંગળવારે ૩ રેલી યોજવાના છે, ત્યારે તેઓએ ચામરાજનગરમાં પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. […]

Top Stories India

મૈસુર,

દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું અજમાવવામાં આવી રહ્યું છે, ત્યારે મંગળવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પર છે.

મિશન કર્ણાટક પર મૈસુર પહોચેલા પીએમ મોદીએ મંગળવારે ૩ રેલી યોજવાના છે, ત્યારે તેઓએ ચામરાજનગરમાં પ્રથમ રેલીને સંબોધિત કરી હતી.

ચામરાજનગરમાં જાહેરસભાને સંબોધતા તેઓએ જણાવ્યું, “કર્ણાટકની ચુંટણીમાં ભાજપની હવા નહીં પણ આંધી જોવા મળશે”.

જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,

દિલ્લીમાં કર્ણાટકની ચૂંટણીની માહિતી સામે આવે છે કે, ભાજપની હવા ચાલી રહી છે. પરંતુ આજે પહેલી જાહેરસભા છે ત્યારે લાગી રહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની આંધી ચાલી રહી છે.

આજે મજુર દિવસ છે, મહેનત કરવાવાળા લોકોએ જ આ દેશને બનાવ્યો છે.

૨૮ અપ્રિલની તારીખ દેશના ઇતિહાસના પાને લખાઈ ચુકી છે કારણ કે હવે દેશના તમામ ગામોમાં વીજળી પહોચી ચુકી છે. જે ૧૮૦૦૦ ગામોમાં વીજળી ન હતી, જ્યાં વીજળી પહોચી ચુકી છે.

કોંગ્રેસના નવા અધ્યક્ષ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડે છે.

અમારા કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ વધુ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડી દે છે. પરંતુ તેઓના મુખેથી ક્યારેક દેશના મજુરો માટે સારા શબ્દો નીકળ્યા હોત તો ખુબ સારું હોત..

જે લોકો અમારી વિરુધ ભાષાનો દુરુપયોગ કરે છે, તે લોકોને હું પુછવા માંગું છું કે, શું કારણ છે જ્યાં આઝાદીના ૭૦ વર્ષો પછી પણ કરોડો ઘરોમાં વીજળી નથી.

કોંગ્રેસ પર પ્રહારો કરતા પીએમ મોદીએ જણાવ્યું,

કોંગ્રેસ પાસે એવી લીડરશીપ છે જેઓને દેશનો ઈતિહાસનું જ્ઞાન નથી, જેઓને વંદે માતરમના ગૌરવની પણ ખબર નથી. ન તો તેઓને કોઈ મહાપુરુષ અંગે પણ ખબર નથી.

કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જીના આદેશનો અનાદર કર્યો હતો અને તેઓના નિર્ણયના પત્રને પત્રકાર સભામાં ફાડી નાખ્યો હતો.

કોંગ્રેસના અધ્યક્ષ મનમોહન સિંહની વાત માનતા ન હતા, પરંતુ કમ સે કમ પોતાની માતાની વાત તો માની લો. તમારા માતાજીએ વર્ષ ૨૦૦૫માં કહ્યું હતું કે, ૨૦૦૯ સુધી દેશના તમામ ઘરોમાં વીજળી પહોચાડીશું, પરંતુ ૨૦૧૪ સુધી તમે કશું જ કર્યું ન હતું. ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ દેશના મજૂરોની મજાક ઉડાવે છે.

કર્ણાટકમાં પણ કર્ણાટકમાં પણ ૨૦૧૪માં ૯ ગામો એવા હતા જ્યાં વીજળી પહોચી ન હતી, તે તમામ ગામડાઓમાં આજે કેન્દ્ર સરકારની યોજનાઓના ભાગરૂપે વીજળી પહોચાડવામાં આવી છે.

જયારે કોઈ નેતા સંસદ અથવા તો બહાર કઈ પણ કહે છે ત્યારે લોકતંત્રમાં તેઓની વાતોને ગંભીરતાથી લેવામાં આવતી હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મને પડકાર આપ્યો હતો કે, જયારે હું સંસદમાં ૧૫ મિનિટ બોલીશ તો મોદી જી ત્યાં બેસી પણ નહિ શકે.

તે ૧૫ મિનિટ બોલશે એ મોટી વાત છે અને મને યાદ છે કે હું બેસી નહિ શકું. પરંતુ મને યાદ આવે છે કે શું શીન હતો.

તેઓએ રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સામે અમે બેસી નહીં શકતા, પરંતુ તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે તો સારા કપડા પણ પહેરી શકતા નથી, તમારી સામે કેવી રીતે બેસીશું.

કોંગ્રેસનું કામ અટકાવવું, લટકાવવું અમે ભટકાવવું છે.

કોંગ્રેસનું કામ અટકાવવું, લટકાવવું અમે ભટકાવવું છે. પરંતુ અમારું લક્ષ્ય ૨૦૨૨ સુધી દેશના તમામ ખેડૂતોની કમાણી બે ગણી કરવાનો છે. સરકાર દ્વારા સતત આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, આગામી ૧૨ મેના રોજ કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ સીટો પર ચૂંટણી યોજાવવાની છે. આ ચુંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સહિતની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.