Not Set/ ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, બસ ચાલકનું મોત, 20થી વધુ ઘાયલ

સુરત, સુરતના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત અમદાવાદથી મુંબઇ જતા હાઇવે પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. જેમાં બસ ચાલકનું મોત થયું છે. કોસંબા નજીક વેહલી સવારે પાંચ વાગ્યે એક ટ્રકમાં પંચર હોવાથી રોડની સાઈડમાં ઉભી હતી તે દરમિયાન ફૂલ સ્પીડે આવતી એએક ખાનગી બસે પાછળથી ટ્રક […]

Gujarat

સુરત,

સુરતના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત અમદાવાદથી મુંબઇ જતા હાઇવે પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. જેમાં બસ ચાલકનું મોત થયું છે.

કોસંબા નજીક વેહલી સવારે પાંચ વાગ્યે એક ટ્રકમાં પંચર હોવાથી રોડની સાઈડમાં ઉભી હતી તે દરમિયાન ફૂલ સ્પીડે આવતી એએક ખાનગી બસે પાછળથી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બસના બોનેટનો ભાગ કપાઈ ગયો હતો અને ડ્રાઈવરનું દર્દનાક મોત નીપજ્યું હતું.

જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.