Not Set/ સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ ‘રેસ-3’ના પોસ્ટરમાં સાથે જોવા મળ્યા

મુંબઈ સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘રેસ-3‘ના ઘણા પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે. આ ફિલ્મમાં રહેલા બધા કિરદારોના પોસ્ટર તમે જોયા હશે. પરંતુ હવે જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. તેમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ પ્રથમવાર સાથે જોવા મળી રહ્યા છે. સલમાન સાથે જેકલીનની આ બીજી ફિલ્મ છે. કે જેમાં તેઓ સાથે જોવા […]

Entertainment

મુંબઈ

સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘રેસ-3‘ના ઘણા પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે. આ ફિલ્મમાં રહેલા બધા કિરદારોના પોસ્ટર તમે જોયા હશે. પરંતુ હવે જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. તેમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ પ્રથમવાર સાથે જોવા મળી રહ્યા છે.

સલમાન સાથે જેકલીનની આ બીજી ફિલ્મ છે. કે જેમાં તેઓ સાથે જોવા મળશે. આ બંને આ ફિલ્મ પહેલા સાજિદ નડિયાદવાલાના નિર્દેશક કરેલી ‘કિક’ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. ‘રેસ-3’ ફિલ્મના નિર્દેશક રેમો ડિસુઝા છે અને આ ફિલ્મ 15 જુન 2018 ઈદ પર રિલીઝ કરવામાં આવશે. ‘રેસ-3’માં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ સાથે બોબી દેઓલ, સાકીબ સલીમ, ડેજી શાહ અને અનિક કપૂર જોવા મળશે.

https://instagram.com/p/BiEra62H59l/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે રેસ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ વર્ષ 2008માં આવી હતી. આ ફિલ્મને માસ્ટર અબ્બાસ-મસ્તાનએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં સેફ અલી ખાન,અક્ષય ખન્ના, કેટરીના કૈફ, બિપાશા બાસુ, અનીલ કપૂર અને સમીરા રેડ્ડીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

રેસ ફિલ્મનો બીજો ભાગ રેસ-2 વર્ષ 2012માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને પણ અબ્બાસ-મસ્તાનએ જ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સેફ અલી ખાન સાથે જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, અનીલ કપૂર અને અમીષા પટેલ મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા.