નવી દિલ્હી,
બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પીએમ પદની દાવેદારીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બયાન અંગે કરેલી આલોચના માટે પીએમ મોદી પર સવાલ ઉભા કર્યા છે. તેઓએ કહ્યું, “કોંગ્રેસના અધ્યક્ષના સવાલોના જવાબ આપવાના બદલે પીએમ મોદી ધ્યાન હટાવવાની રાજનીતિ કરી રહ્યા છે”.
સાથે સાથે શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું છે કે, “તેઓ ગત વર્ષોમાં પરિપક્વ થયા છે અને તેમણે દેશના હિતમાં કેટલાક પ્રાસંગિક સવાલ ઉઠાવ્યા છે.
હકીકતમાં છેલ્લા બે ત્રણ વર્ષથી પક્ષ (પાર્ટી)માં નજરઅંદાજ કરવામાં આવતા હોવાના કારણે શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે અને તેમણે અગાઉ પણ યશવંત સિન્હાના સૂરમાં સૂર પુરાવીને પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું,
રાહુલ ગાંધીમાં છે વડાપ્રધાન બનવાની સંભાવના : સિન્હા
Sir. He is popular with the general public & very much liked by them. Anybody can dream & dreams would only come true if you dream. As said earlier, to become the PM one needs no qualification or special wisdom….@BJP4India
— Shatrughan Sinha (@ShatruganSinha) May 12, 2018
“કોંગ્રેસ અધ્યક્ષ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિપક્વ બન્યા છે અને તેઓ સામાન્ય જનતાની વચ્ચે લોકપ્રિય છે. જો દેશમાં સૌથી મોટી અને જૂના પક્ષ (પાર્ટી)ના નેતાની અંદર દેશના આગામી વડાપ્રધાન બનવાની સંભાવના દેખાય છે તો તેમાં ખોટું શું છે ? કોઈ પણ પીએમ બનવાનું સપનું જોઈ શકે છે અને સપનું ત્યારે સાચું થાય છે, જયારે તમે સપના જુઓ છો”.
કોઈ પણ નામદાર, કામદાર બની શકે છે પીએમ
Anybody can become PM in our democracy. Naamdar, Kaamdar, Daamdar or for that matter any average Samajhdar, if he has the numbers & support. Why are we making such a hue and cry about it? After all isn’t it their internal matter & any PMship has to be through verdict of majority.
— Shatrughan Sinha (@ShatruganSinha) May 12, 2018
“આપણા પ્રજાતંત્રમાં કોઈ પણ દેશના વડાપ્રધાન બની શકે છે. નામદાર, કામદાર, દામદાર અથવા તો પછી કોઈ સરેરાશ સમજદાર પીએમ બની શકે છે, જો તેની પાસે સંખ્યાબળ અને સમર્થન છે. આપણે આ બાબત પર આટલો હંગામો શું કામ મચાવી રહ્યા છીએ. આમ પણ આ તેમનો આતરિક મામલો છે અને કોઈ પણ બહુમત મેળવ્યા બાદ જ પીએમ બની શકે છે”.
છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ થયા છે પરિપક્વ
By the way, the president of the oldest party has really matured in last few years & has been raising some pertinent question which we are refusing to answer or even entertain. The Neerav/the Lalit/ the Mallyas/the Bank/the Raffael deal & so on..@narendramodi @BJP4India
— Shatrughan Sinha (@ShatruganSinha) May 12, 2018
“છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં સૌથી જૂના પક્ષના નેતા પરિપક્વ થયા છે. તેમના કેટલાક પ્રાસંગિક સવાલોના ઉત્તર આપવાના બદલે મજાક બનવવામાં આવી રહી છે. જેમ કે, નીરવ, લલિત, માલ્યા, બેંક, રાફેલ ડીલ અને અન્ય ઘણાં બધાં સવાલો છે”.
Instead of answering we go for “Attention Diversion Politics” – an art which we have mastered, far from development & other issues.
However Sir, it's a matter of our people, our politics & our latest policies“so less said the better”.With regards to you!Jai Karnataka, Jai Hind!— Shatrughan Sinha (@ShatruganSinha) May 12, 2018
“આવા પ્રશ્નોના જવાબ આપવાના બદલે આપણે ‘ભટકાવ ની રાજનીતિ‘માં ચાલ્યા જઈએ છીએ. વિકાસ અને અન્ય મુદ્દાઓથી ઉતરીને આ કલામાં પારંગત થઈ ચૂક્યા છીએ. જો કે સર, આ આપણી જનતા, રાજનીતિ અને નીતિઓથી જોડાયેલો મામલો છે. આપને શુભકામનાઓની સહ ! જય કર્ણાટક, જય હિંદ !”.
