Not Set/ દિલ્લી-NCRમાં વધુ એકવાર તોફાને લીધી દસ્તક, ધૂળ ભરી આંધી બાદ વીજળી થઇ ગુલ

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં ગત સપ્તાહમાં ત્રાટકેલા વાવાઝોડા અને તોફાને લોકોને ભારે નુકશાન થયું હતું અને ૧૫૦થી વધુ લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે હવે રવિવારે રાજધાની દિલ્હી અને NCR (નોન કેપિટલ રિજીયન)માં આંધી ભર્યા તુફાને વધુ એકવાર દસ્તક લીધી છે. Delhi: Strong winds and dust storm hits the region, visuals from RK Puram area. pic.twitter.com/7wTq6BiOvS — ANI […]

India Trending

નવી દિલ્હી,

ઉત્તર ભારતમાં ગત સપ્તાહમાં ત્રાટકેલા વાવાઝોડા અને તોફાને લોકોને ભારે નુકશાન થયું હતું અને ૧૫૦થી વધુ લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે હવે રવિવારે રાજધાની દિલ્હી અને NCR (નોન કેપિટલ રિજીયન)માં આંધી ભર્યા તુફાને વધુ એકવાર દસ્તક લીધી છે.

દિલ્લી-NCRમાં રવિવારે સાંજે ૪ વાગ્યે અચાનક જ હવામાને પલટો લીધો હતો અને ધૂળ ભરી આંધી સાથે તેજ ગતિથી હવા શરુ થઇ ગઈ હતી. આ તોફાનના કારણે દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડામાં વીજળી ગુલ થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

બીજી બાજુ પાડોશી રાજ્ય હરિયાણાના ઝજ્જર જિંદમાં તેજ હવાઓએ કહેર મચાવ્યો હતો અને દિવસે જ અંધારપટ છવાયો છે તેમજ બરફના કરા પણ પડ્યા છે. જયારે મધ્યપ્રદેશમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે.

આ પહેલા રાજધાની દિલ્હીમાં રવિવારની સવાર ખૂબ ગરમ રહી હતી. સવારનું લઘુત્તમ તાપમાન સામાન્યથી ૫ ડીગ્રી વધુ ૩૦.૬ ડીગ્રી સેલ્સિયસ નોધાયું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, રવિવારની સવાર આ સિઝનની સૌથી વધુ ગરમ સવાર રહી હતી. જયારે દિવસ દરમિયાન ગરમીનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

શનિવારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં એલર્ટ

આ તુફાન આવતા પહેલા શનિવારે હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આંધી ભર્યું તુફાન અને વરસાદ થવાની જાહેરાત કરવામાં આવી હતી અને એલર્ટ જાહેર કરાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તર-પૂર્વ વિભાગના રાજ્યો  જેવા કે, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર,  મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના પડોશી વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ગતિથી પવન ફૂંકાઈ શકે છે.

તોફાનને લઇ યુપીમાં જાહેર કરાયું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આંધી ભર્યા તુફાનના કારણે ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ આ ચેતવણી બાદ સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ પર છે અને તમામ જિલ્લા અધિકારીઓ તોફાનને સબંધિત સૂચનાઓ આપવામાં આવી છે.

સાથે સાથે સ્થાનિક પ્રશાસન દ્વારા તંત્રને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.

આ પહેલા કહેર મચાવી ચુક્યું છે તૂફાન

મહત્વનું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવેલા વાવાઝોડા, વરસાદ અને આંધીના તૂફાનના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ૧૫૦થી વધુ લોકોનું મૃત્યુ થયા હતા અને ભારે નુકશાન થયું હતું.

આ તૂફાનમાં ખાસ કરીને યુપી અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકશાન થયું હતું. ઉત્તરપ્રદેશના નવ જિલ્લાઓમાં આ તુફાનના કારણે ૧૬ લોકોના મોત નિપજ્યા હતા જયારે ૨ મેના રોજ આવેલા ભયંકર તૂફાનમાં ૭૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૧૫૦થી વધુ પશુઓ પણ માર્યા ગયા હતા.