Not Set/ કર્ણાટક ચૂંટણીના પરિણામોના વલણ સાથે શેરબજારમાં પણ જોવા મળી ચહેલ-પહેલ

મુંબઈ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. બપોરે ત્રણ વાગ્યા સુધી ૧૦૭ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસના ખાતામાં ૭૩ અને જેડીએસના ફાળે ૪૦ બેઠકો આવી રહી છે. પરંતુ આ ચુંટણીના પરિણામોની અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (શેર બજાર)માં પણ […]

India

મુંબઈ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. બપોરે ત્રણ વાગ્યા સુધી ૧૦૭ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસના ખાતામાં ૭૩ અને જેડીએસના ફાળે ૪૦ બેઠકો આવી રહી છે.

પરંતુ આ ચુંટણીના પરિણામોની અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (શેર બજાર)માં પણ જોવા મળી રહી છે. ચુંટણીની મતગણતરી શરુ થયા બાદ સવારના ૯ થી ૧ વાગ્યા સુધીના પ્રથમ તબક્કે ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી હતી.

દેશભરની ન્યુઝ ચેનલો તેમજ વેબસાઈટ દ્વારા સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કે ભાજપ ૧૧૬-૧૨૦ સીટો મેળવી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે અને પોતાની સરકાર રચવા જઈ રહી છે. જો કે આ માહિતીની સીધી અસર શેરબજારમાં પણ જોવા મળી હતી.

પ્રથમ તબક્કામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા શેરબજારમાં સેન્સેક્સની ઇન્ડેક્માં ૪૫૦ અંક સાથે ૩૬,૦૦૦ને પાર પહોચ્યો હતો જયારે નિફ્ટી ૧૨૦ અંકના ઉછાળા સાથે ૧૦૯૩૦ને પાર ગયો હતો. આ ઉપરાંત બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકા, નિફ્ટીના મિડકેપમાં ૦.૫ ટકા તેમજ બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૭ ટકા મજબુત થયો છે.

બીજી બાજુ બપોરના ૧ વાગ્યા સુધી ભાજપ પોતાની સરકાર બનાવવા જઈ રહી હતી પરંતુ હવે બપોરના ચૂંટણીના સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ૧ વાગ્યા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા જેડીએસ સાથે ગઠબંધન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે JD(S) દ્વારા મંજૂર થયા બાદ તેની અસર શેરબજાર પર પડી રહી છે.

JD(S) દ્વારા પ્રસ્તાવ મંજૂર થયા બાદ શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો સાથે સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ BSE પર સેન્સેક્સ માત્ર ૫૦ પોઈન્ટ ઉપર જઈ રહ્યો છે જયારે નિફ્ટીની ઇન્ડેક્સમાં હજી યથાવત જોવા મળી રહી છે.