જમ્મુ -કાશ્મીરનાં શોપિય જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથળામણ થઇ હતી. અથળામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ સુરક્ષાદળોને શોપિયાનાં દ્રગાડ-સુગન ગામ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થતા સમગ્ર ગામ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. સુરક્ષાદળોની હાજરીથી ડઘાઇ ગયેલા આતંકીઓ દ્રારા સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સુરાક્ષાદળોનાં જવાબી ફાયરિંગનાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષાદળો દ્રારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે ગઇ કાલે પણ જમ્મુ -કાશ્મીરનાં બારમુલ્લા જિલ્લાનાં સોપોર સેક્ટરમાં સલામતી દળો સાથે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સલામતી દળોએ વિશ્વસનીય માહિતીનાં આધારે સોપોરનાં ડંગરપુરા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. કોર્ડને કરાયેલ વિસ્તારોમાં શોધ શરૂ કરવામાં આવતા ઘેરાયેલા આતંકીઓ દ્રારા સેના પર હુમલા કરવામાં આવ્યો હતો. સેનાએ જવાબ આપ્યો અને અથળામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ભારે પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા.
