Not Set/ ICC World Cup Eng vs SA : વિશ્વ કપનો આગાઝ ઈંગ્લેન્ડ માટે રહ્યો ખાસ, દ.આફ્રિકાની ટીમ 207 રન પર ઢેર

ઈંગ્લેન્ડ માટે વિશ્વ કપની શરૂઆત ખાસ રહી છે. જ્યા ઈંગ્લેન્ડે પોતાનુ હોમ ગ્રાઉન્ડ હોવાના પૂરો ફાયદો ઉઠાવ્યો હતો તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી મેચમાં જ ઢેર થઇ ગઇ હતી. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 311 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બેન સ્ટોક્સે બનાવ્યા હતા. બેન સ્ટોક્સ સિવાય કેપ્ટન […]

Top Stories Sports

ઈંગ્લેન્ડ માટે વિશ્વ કપની શરૂઆત ખાસ રહી છે. જ્યા ઈંગ્લેન્ડે પોતાનુ હોમ ગ્રાઉન્ડ હોવાના પૂરો ફાયદો ઉઠાવ્યો હતો તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી મેચમાં જ ઢેર થઇ ગઇ હતી. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 311 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બેન સ્ટોક્સે બનાવ્યા હતા. બેન સ્ટોક્સ સિવાય કેપ્ટન મોર્ગને 57 રન, જેસન રોયએ 54 રન અને જો રૂટએ 51 રન બનાવ્યા હતા. તેટલુ જ નહી ઈંગ્લેન્ડનાં બોલરોએ પણ સારુ પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાની ટીમને હાર માટે મજબૂર કરી દીધી હતી. પોતાનો પહેલો વિશ્વ કપ રમતા જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી. તદઉપરાંત લિયામ પ્લંકેટ અને બેન સ્ટોક્સને બે-બે વિકેટ મળી હતી. વળી મોઈન અલી અને આદિલ રાશિદને એક-એક વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમનાં બેટ્સમેનોને લઇને વિશ્વ કપ પહેલા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે આ મેચમાં સાફ જોવા મળી હતી. ટીમને જોતા બે બેટ્સમેનો ફેફ ડુપ્લેસી અને ક્વિંટન ડી કોક ઉપર ટીમનો સૌથી વધુ ભાર હતો. જ્યા ડુપ્લેસી મેચમાં માત્ર 5 રન બનાવી શક્યો હતો તો ક્વિંટન ડી કોકે ટીમ માટે જરૂરી 74 બોલમાં 68 રન બનાવ્યા હતા. ડી કોક સિવાય રાસી વાન ડર ડુસેને 50 રન બનાવતા ડી કોક સાથે ચોથા વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી.

આ મેચમાં ઈંગ્લેન્ડ ખેલાડી બેન સ્ટોક્સ સૌથી વધુ ઝડક્યો હતો. મેચમાં એક સમયે તે સ્પાઈડરમેન જેવો સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ અસલમાં તેના દ્વારા કરવામાં આવેલો શાનદાર કેચ છે. જુઓ કેવુ રહ્યુ તેનું પ્રદર્શન.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. વળી સાઉથ આફ્રિકા તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એનગીડીએ ત્રણ વિકેટ ઝટકી હતી.  ઈંગ્લેન્ડનાં અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો, કેપ્ટન મોર્ગને 60 બોલમાં 4 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી 57 રન બનાવ્યા હતા. જેસન રોયે 53 બોલમાં 54 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનાં સૌથી ભરોસેમંદ બેટ્સમેન કહેવાતા જો રૂટે 59 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ્સમાં 5 ચોગ્ગા માર્યા હતા. વળી દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગીડીએ 3, ઈમરાન તાહિરે અને  કેગિસો રબાડાએ બે-બે અને એડિલ ફેહુલક્વાયોએ 1 વિકેટ લીધી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ઈંગ્લેન્ડને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ.