સુરત,
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી સામે આવી છે. દોઢ વર્ષ પેહલા પાંડેસરાના યુવાને પથરીના દુખાવાને કારણે તેને ઓપરેશન કરાવ્યું હતું.આ ઓપરેશન વખતે ડોકટરે નાખવામાં આવેલી નળી તેઓ કાઢવાનું જ ભૂલી ગયા હતા અને આ ઘટના બની હતી.
પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા ગૌતમભાઈ બૈસા જે હાલ એક્સીસ બેંકમાં કલેક્શનનું કામ કરે છે. તેમને દોઢ વર્ષે દુ:ખાવો થતાં સિવિલમાં સોનોગ્રાફી કર્યા બાદ પેટમાં નળી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
27 સપ્ટેમ્બર 2016ના રોજ તેઓ ઓપરેશન માટે સિવિલમાં દાખલ થયા હતાં. ૩ ઓક્ટોબર 2016ના રોજ ઓપરેશન કરી 16 એમએમની પથરી કઢાઈ હતી. ત્યાર બાદ 9 ઓક્ટોબરે તેમણે રજા આપી દેવામાં આવી હતી. દોઢ વર્ષ પછી છેલ્લા પંદર દિવસથી તેમને દુખાવો થતો હોવાથી મંગળવારે સર્જરી વિભાગમાં એક્સ-રે સિવિલમાં સોનોગ્રાફી કર્યા બાદ પેટમાં નળી રહી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુબજ હાલ ગૌતમભાઈને લેસર દ્વારા સર્જરી કરીને નળીને કાઢી નાખવામાં આવી છે.
