Not Set/ જમ્મુ-કાશ્મીરમાં પીએમ મોદી કરશે સૌથી લાંબી સુરંગનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસ જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરનું અને જમ્મુના જનરલ જોરાવરસિંહ ઓડિટોરિયમમાં બે અલગ-અલગ કાર્યક્રમોમાં શ્રીનગર રિંગ રોડ અને જમ્મુ રિંગ રોડ માટે શિલાન્યાસ કરશે. જયારે કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં તેઓ ૩૩૦ મેગાવોટ કિસનગંગા જળ વિદ્યુત પરિયોજનાનું પણ ઉદઘાટન કરશે. વડાપ્રધાન લેહ શહેરમાં […]

India Trending
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસ જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરનું અને જમ્મુના જનરલ જોરાવરસિંહ ઓડિટોરિયમમાં બે અલગ-અલગ કાર્યક્રમોમાં શ્રીનગર રિંગ રોડ અને જમ્મુ રિંગ રોડ માટે શિલાન્યાસ કરશે. જયારે કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં તેઓ ૩૩૦ મેગાવોટ કિસનગંગા જળ વિદ્યુત પરિયોજનાનું પણ ઉદઘાટન કરશે.
વડાપ્રધાન લેહ શહેરમાં સન્માનિત લદ્દાખી આધ્યાત્મિક ગુરુ કુશક બાકુલાની ૧૦૦મી જન્મજયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાથોસાથ નવી દિલ્હી પરત આવતા પહેલાં રવિવારે જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન એવં પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય (એસકેયુએએસટી)ના દિક્ષાંત સમારોહના કાર્યક્રમને સંબોધિત કરશે.
જમ્મુ-કાશ્મીરના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરી પણ જોડાશે.
સૌથી લાંબી સડક સુરંગનું શિલાન્યાસ 
પરંતુ આ પ્રવાસ દરમિયાન એક બહુ જ મહત્વપૂર્ણ પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે. તેઓ કારગિલ જિલ્લામાં દ્રાસમાં જોજિલા સુરંગનું ભૂમિપૂજન કરશે. 14 કિલોમીટર લાંબી આ સુરંગ ન ટો દેશની સૌથી લાંબી સડક સુરંગ હશે પરંતુ અવર-જવર માટે સડકોવાળી આ એશિયાની સૌથી લાંબી સુરંગ પણ હશે.
આ સુરંગના બનવાથી શ્રીનગર, કારગિલ અને લેહની વચ્ચે બારેમાસ સંપર્ક બન્યો રહેશે. હાલમાં આ વિસ્તાર ઠંડીના મહિનાઓમાં દેશના બાકી ભાગોથી સંપર્ક વિહોણો બની જાય છે.
આં સુરંગ પૂરી થવાથી લદ્દાખ વિસ્તારની સાથે સમગ્ર દેશનો સંપર્ક વર્ષો સુધી બન્યો રહેશે.
આ સાથે જ ‘જોજિલા પાસ’ને પસાર કરવા માટે જે સાડા ત્રણ (૩.5) કલાકનો સમય લાગતો હતો તે માત્ર 15 મિનિટનો થઈ જશે.
6,800 કરોડ રૂપિયાની છે પરિયોજના 
આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ આ વર્ષે દ્વિ-માર્ગી (ટુ લાઈન)ની આ સુરંગના નિર્માણ, પરિચાલન અને રખ-રખાવ માટેની મંજૂરી આપી દીધી છે.
શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બાલતાલ અને મીનામાર્ગની વચ્ચે બનનારી આ સુરંગ (જોજિલા સુરંગ)ના નિર્માણ માટે આશરે 6,800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.