Not Set/ રમકડાના બોક્ષમાં હતી ભરી બંદૂક, બાળકે મારી ખુદનેજ ગોળી

અમેરિકાના ઉપનગર મિનેપોલિસમાં ૭ વર્ષના એક બાળકે પોતાના ઘરે રમકડા ભરેલા એક બોક્ષમાંથી મળેલી બંદૂકથી ખુદનેજ ગોળી મારી લીધી.  બંદુક ગોળીઓMinneapolis, Minnesotaથી ભરેલી હતી.  આવી જાણકારી પોલીસે આપી છે.  પ્લાયમાઉથના ટાઉનહોમ અપાર્ટમેન્ટમાં પરમ દિવસે લગભગ બે વાગે (સ્થાનિક સમય મુજબ) પોલીસ ને ખબર મળી કે એક બાળકના માથા પરથી લોહી નીકળી રહ્યું છે. ઘટનાસ્થળ પર […]

World

અમેરિકાના ઉપનગર મિનેપોલિસમાં ૭ વર્ષના એક બાળકે પોતાના ઘરે રમકડા ભરેલા એક બોક્ષમાંથી મળેલી બંદૂકથી ખુદનેજ ગોળી મારી લીધી.  બંદુક ગોળીઓMinneapolis, Minnesotaથી ભરેલી હતી.  આવી જાણકારી પોલીસે આપી છે.  પ્લાયમાઉથના ટાઉનહોમ અપાર્ટમેન્ટમાં પરમ દિવસે લગભગ બે વાગે (સ્થાનિક સમય મુજબ) પોલીસ ને ખબર મળી કે એક બાળકના માથા પરથી લોહી નીકળી રહ્યું છે. ઘટનાસ્થળ પર પહોચેલા અધિકારીઓને કેયારીસ સેમ્યુઅલ્સના માથામાં ગોળી વાગવાની વાત ખબર પડી. પોલીસે જણાવ્યું હતું  કે બાળકને જયારે બોક્ષમાંથી બંદુક મળી ત્યારે તેની સાથે બીજું કોઈ  હજાર નહતું.

કેયારીસે જયારે ખુદને ગોળી મારી ત્યારે બીજા બાળકો પણ બહાર હતા.  ઘટનાના તરત બાદ બાળકની માતા ઘરે પહોચી હતી. પ્લાયમાઉથના પોલીસ પ્રમુખ માયકલ ગોલ્ડ્સ્તીને જણાવ્યું કે બાળકની માતાએ પોલીસને કહ્યું કે બોક્ષમાં બંદુક કેવી રીતે આવી એની જાણકારી એમને નથી. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે અને બંદુકના માલિકને પકડવાની કોશીશ કરી રહી છે.