Not Set/ અજાણ્યા શખ્સે રેલવે પાસેથી 7 વર્ષની બાળકીના અપહરણ બાદ કર્યું દુષ્કર્મ

આણંદ, દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આ દુષ્કર્મીઓની હિમંત હવે દિવસે દિવસે વધતી જાય છે. સરકારની સુરક્ષા અંગેની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે તો નાની ઉંમરની બાળાઓ સાથે પણ દુષ્કર્મની ઘટનાઓ બને છે. ત્યારે આણંદમાં 7 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ […]

Gujarat Others Trending

આણંદ,

દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આ દુષ્કર્મીઓની હિમંત હવે દિવસે દિવસે વધતી જાય છે. સરકારની સુરક્ષા અંગેની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે તો નાની ઉંમરની બાળાઓ સાથે પણ દુષ્કર્મની ઘટનાઓ બને છે. ત્યારે આણંદમાં 7 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સે રેલવે ગોદી પાસેથી આ બાળકીનું અપહરણ કર્યુ હતુ. ત્યારે ત્રિકમનગર ફાટક પાસેથી ઘાયલ હાલતમાં આ બાળકી મળી હતી.

ભિક્ષુક પરિવારની દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતુ. બાળકીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે સરકારે આ ખુંખાર દુષ્કર્મીઓની તપાસ હાથ ધરીને તેમના વિરુદ્વ કડકથી કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ. ત્યારે આ ઘટના આણંદમાં બનતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ મામલે સીસીટીવીને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.