કપડામંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે તેમની સમીક્ષા તેમના કામ સાથે કરવી જોઈએ. તેમના પહેરવેશ પર તેમનું મૂલ્યાંકન કરવું એ ઠીક વાત ના કહેવાય. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વસ્ત્ર ઉદ્યોગમાં રોજગારની વ્યાપક સંભાવનાઓ છે.
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ પહેરવેશ પર કરવામ આવતી ટીપ્પણીઓ પર પલટવાર કરીને જણવ્યું હતું કે તેમનું મૂલ્યાંકન તેમના કામ સાથે થવું જોઈએ. સ્મૃતિ ઈરાનીએ વસ્ત્ર અને ફેશનને સમાન રૂપે પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ માં આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે વસ્ત્ર ઉદ્યોગને લોકો પોત-પોતાના તરીકે જુએ છે. તેમને જણાવ્યું હતું કે કપડા ઉદ્યોગના બધા લોકો જયારે કોઈ નીતિ બનાવવા માટે બેસે છે ત્યારે તે બેઠક દ્વારા સકારાત્મક સંદેશ મળે છે.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ભારતમાં મહત્તમ લોકો પહેરવેશ પર અવનવા પ્રયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હવે તે સમય ગયો જયારે લોકો કહેતા કે તેમની પાસે પણ એક સૂટ છે. જે બેથી ત્રણ વર્ષ ચાલે છે. હવે હકીકત એ છે કે ભારતમાં પુરુષ ફેશનને લઈને વધારે સજાગ છે. કાએવુ માની લેવામાં આવે છે કે મહિલાઓ કપડાઓ સાથે વધારે સજાગ હોય છે. પરંતુ, પુરુષ પણ આ અમલમાં વધારે આગળ વધી ચુક્યા છે. મહત્વાકાંક્ષી ભારત સારા કપડાની પણ ચાહત રાખે છે.
