Not Set/ સોનભદ્ર: અનપરા થર્મલ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, વીજળી સપ્લાય ઠપ્પ

ઉત્તરપ્રદેશ, સોનભદ્રના અનપરા થર્મલ પાવર પ્લાન્ટના ૧૨૫ કેવી સ્વીચયાર્ડમાં સોમવારે રાતે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી ઘણાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો સળગીને ખાક થઇ ગયા હતા. મૌકા પર પહોચેલી અગ્નિ શામક દળની ટુકડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવાના કારણે વીજળીની સપ્લાય ઠપ્પ થઇ ગઈ છે. આગ લાગવાની ખબર મળતાજ આ યોજનાના […]

India Trending

ઉત્તરપ્રદેશ,

સોનભદ્રના અનપરા થર્મલ પાવર પ્લાન્ટના ૧૨૫ કેવી સ્વીચયાર્ડમાં સોમવારે રાતે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી ઘણાં
ઈલેક્ટ્રોનિક ઉપકરણો સળગીને ખાક થઇ ગયા હતા. મૌકા પર પહોચેલી અગ્નિ શામક દળની ટુકડીઓ આગ પર કાબુ મેળવવાનો
પ્રયાસ કરી રહી છે. આગ લાગવાના કારણે વીજળીની સપ્લાય ઠપ્પ થઇ ગઈ છે. આગ લાગવાની ખબર મળતાજ આ યોજનાના
કર્મચારીઓ અને અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો.

જણાવાઈ રહ્યું છે કે ૧૨૫ કેવી સ્વીચ ગાર્ડ(સિંગરોલી ઇનકમિંગ લાઈન)ની મેઈન ગ્રીડ લાઈનમાં શોર્ટ સર્કીટ થવાથી આગ લાગી
હતી. ઘટના સમયે હાજર કર્મચારી આગની ચપેટમાં આવતા સળગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે લપેટો કેટલા કિલોમીટર દુર
સુધી દેખાતી હતી. ખબર મળતાજ આ યોજનાના અધિકારીઓ અને કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો.

આગના વિકરાળ સ્વરૂપને જોતા અગ્નિ શામક દળના કર્મચારીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાથી
આ યોજનાને કરોડો રુપીયાનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. જાણવામાં આવી રહ્યું છે કે યોજનાના ૯,૧૦, અને ૧૧ નંબરના
એકમ ટ્રીપ થઇ ગયા છે, જ્યાંથી વીજળીનું ઉત્પાદન થતું હતું.