Zeenat Aman on Live-in Relationship: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન પોતાના બેબાક અંદાજ અને સ્પષ્ટવક્તા વિચારો માટે જાણીતી છે. હાલમાં 74 વર્ષની વયે પણ તેઓ Gen-Z કપલ્સને મોટી રિલેશનશિપ એડવાઈઝ આપીને ચર્ચામાં છે. ઝીનત અમાનનું માનવું છે કે લગ્ન જેવું મોટું કાનૂની પગલું ભરતા પહેલા પાર્ટનર સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવું જોઈએ, જેથી એકબીજાના સ્વભાવ અને સુસંગતતાને સમજી શકાય.
લિવ-ઇન કેમ જરૂરી છે? – Zeenat Amanનો તર્ક
ઝીનત અમાને પોતાના અંગત જીવનના કડવા અનુભવોમાંથી આ નિષ્કર્ષ કાઢ્યો છે. તેમણે કહ્યું કે:
“તમારે જાણવું પડશે કે શું તમે માનસિક અને ભાવનાત્મક રીતે એકબીજા સાથે સેટ થઈ શકો છો? જો તાલમેલ જ ન હોય તો સાથે રહેવાનો શું ફાયદો?”
તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “સાથે રહીને જ જાણી શકાય કે તમે બાથરૂમ શેર કરી શકો છો? પાર્ટનરના ખરાબ મૂડને સહન કરી શકો છો? હનીમૂન ફેઝ કાયમ નથી ચાલતો.”
તેઓ પોતાના બંને દીકરાઓને પણ લગ્ન પહેલા લિવ-ઇનમાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.

અંગત જીવનના કડવા અનુભવો
ઝીનત અમાનની આ વિચારધારા તેમના નિષ્ફળ લગ્નજીવનમાંથી આવી છે. 1978માં સંજય ખાન સાથેના તેમના લગ્ન હિંસક સાબિત થયા હતા, જ્યારે 1985માં મઝહર ખાન સાથેના લગ્નજીવનમાં પણ તેઓ ખુશ નહોતા. આ અનુભવોએ તેમને શીખવ્યું કે કાનૂની કમિટમેન્ટ કરતા ભાવનાત્મક તાલમેલ વધુ મહત્વનો છે.
વિવાદ અને સાયરા બાનોની ટીકા
ઝીનત અમાનની (Zeenat Aman)આ સલાહ પર સાયરા બાનોએ કટાક્ષ કરતા કહ્યું કે:
“ઝીનત (Zeenat Aman) સોશિયલ મીડિયા પર ‘કૂલ આંટી’ દેખાવા માટે આ બધું કરી રહ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વિરુદ્ધ જઈને સલાહ આપવી એ ફોલોઅર્સ વધારવાનો ખોટો રસ્તો છે. મઝહર ખાનને વર્ષો સુધી જાણવા છતાં તેમનું જીવન દુઃખદ રહ્યું હતું, તેથી તેઓ સંબંધો પર સલાહ આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી.”
આ પણ વાંચો: 43ની ઉંમરે 3 બાળકોની માતા બનવા પર ફરાહ ખાનનું સેલિબ્રિટીઝ પર નિવેદન
આ પણ વાંચો:બોલિવૂડમાં નવી ચર્ચા; ઝીનત અમાનની રિલેશનશિપ ટીપ્સ પર સાયરા બાનોએ કર્યો કટાક્ષ
આ પણ વાંચો: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ બનશે માતા; પ્રેગ્નન્સી કન્ફર્મ કરી એક્ટ્રેસે જાહેર કરી મેટરનિટી લીવ
