Not Set/ ગુજરાતથી આવેલા ઇવીએમ પર અખીલેશનો વ્યંગ, ‘માત્ર કપડા જ નહિ સરકાર પણ બને છે સુરતમાં’

કૈરાના પેટા ચુંટણી સમયે ઈવીએમ માં થયેલી ગડબડી પર વિપક્ષે બીજેપી પર હુમલા કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક વાર ફરીથી ઈવીએમ પર વ્યંગ કર્યો છે. મંગળવારે બપોરે અખિલેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “સાંભળવામાં આવ્યું છે કે ઈવીએમ ગુજરાતથી અગવવામાં આવ્યું હતું” અખિલેશે વ્યંગ કર્યું છે કે એવું લાગે […]

Top Stories India Politics

કૈરાના પેટા ચુંટણી સમયે ઈવીએમ માં થયેલી ગડબડી પર વિપક્ષે બીજેપી પર હુમલા કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક વાર ફરીથી ઈવીએમ પર વ્યંગ કર્યો છે. મંગળવારે બપોરે અખિલેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,

“સાંભળવામાં આવ્યું છે કે ઈવીએમ ગુજરાતથી અગવવામાં આવ્યું હતું”

અખિલેશે વ્યંગ કર્યું છે કે એવું લાગે છે કે,

“સુરત હવે માત્ર કપડા બનાવવા માટે નહિ, પરંતુ સરકાર બનાવવા માટે પણ કામ લાગે છે.”

આપણે જણાવી દઈએ કે ઈવીએમ માં ચેડા બાદ જ અખિલેશે આવા વ્યંગ કર્યા છે.

  • લોકસભાની ચુંટણી લડશે અખિલેશ!

આપને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે જ અખિલેશે જાહેરાત કરી હતી. તેમને કહ્યું હતું કે તેઓ ૨૦૧૯ ની લોકસભા ચુંટણી જરૂર લડશે. જો કે તેઓ કઈ જગ્યાએથી ચુંટણી લડશે તે અત્યારે નક્કી નથી.

અખિલેશે કૈરાના અને નુરપુર પેટા ચુંટણીમાં વીવીપેટ ના ખરાબ થવા પર જણાવ્યું હતું કે આ ચૂટણીમાં મોટા પ્રમાણમાં ફરિયાદો આવી છે. સવારથી ફરિયાદો આવવાની શરૂઆત થઇ ગઈ હતી અને આવી બાબતોથી મશીનો તરફનો ભરોસો ઘટે છે.

અખિલેશે કહ્યું છે કે, હું સમજુ છું કે મશીનથી મતદાન થવું એ લોકતંત્ર માટે ખતરો છે. એ માટે અમારી માગ છે કે આગામી જે પણ ચુંટણીઓ છે તે બેલેટ પેપર પર થવા જોઈએ. બેલેટ પેપરથી ચુંટણી થવા પર લોકતંત્ર પર લોકોનો ભરોસો વધશે, અને મજબુત થશે.