Not Set/ ટ્રેડ વોર: યુએસ એ ચીનના પ્રોડક્સ્ટ્સ પર લગાવ્યો 25 % પ્રશુલ્ક

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધની આશંકા ટાળ્યાના થોડા દિવસ બાદ જ વોશિંગટનમાં મંગળવારે ચીનથી આયાત કરેલા 50 અરબના ટેક્નિકલ ઉત્પાદો પર 25% પ્રશુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. આ જાણકારી વાઈટ હાઉસે આપેલી છે. એટલું જ નહિ ટ્રમ્પ સરકારે કહ્યું છે કે ચીનની ગેરકાનૂની રીતિઓ પર 30 જૂને કાર્યવાહી કરવામાં આવશે. એક રિપોર્ટમાં વાઈટ હાઉસે […]

Top Stories World Business

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધની આશંકા ટાળ્યાના થોડા દિવસ બાદ જ વોશિંગટનમાં મંગળવારે ચીનથી આયાત કરેલા 50 અરબના ટેક્નિકલ ઉત્પાદો પર 25% પ્રશુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. આ જાણકારી વાઈટ હાઉસે આપેલી છે. એટલું જ નહિ ટ્રમ્પ સરકારે કહ્યું છે કે ચીનની ગેરકાનૂની રીતિઓ પર 30 જૂને કાર્યવાહી કરવામાં આવશે.

એક રિપોર્ટમાં વાઈટ હાઉસે કહ્યું છે કે,

“અમારી રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે અમેરિકા ચીન પાર મહત્વપૂર્ણ નિવેશ પ્રતિબંધ અને ઔદ્યોગિકી સાથે સંબંધિત નિયંત્રણ લાગુ કરશે.”

આગળ કહેવામાં આવ્યું છે કે,

“ચીનથી આયાત કરવામાં આવેલા 50 અરબ ડોલરના ટેકનોલોજી ઉત્પાદનો ઉપર અમેરિકા 25% પ્રશુલ્ક લગાવશે, અને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન સામે પણ ઉઠાવવામાં આવશે. પ્રશુલ્કથી અસર થનાર ઉત્પાદનોની લિસ્ટ 15 સુધી જાહેર કરી દેવાં આવશે.”

રિપોર્ટ પ્રમાણે, “અમેરિકામાં ઘરેલુ ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપત્તિની રક્ષાના પ્રયાસને કાયમ રાખવામાં આવશે, ચીનને ઔદ્યોગિક તરીકે ઉપયોગી ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપત્તિના ગેરઆર્થિક પરિવહનને રોકી દેશે, અને ચીની બજારની પહોંચને વધારી શકાશે.”
વાઈટ હાઉસે આગળ કહ્યું હતું કે આ મુદ્દા પાર ચર્ચા કરવામાં આવશે. અમેરિકા લાંબા સમયથી ચાલી રહેલા મૂળ સમસ્યાઓને સમજવામાં સક્ષમ છે, અને તે ચીનના આયાત પ્રતિબંધોને સમાપ્ત કરી પોતાની નિર્યાતને વધારશે.

આપણે જણાવી દઈએ કે આ જાહેરાત અમેરિકાએ એવા સમયે કરી છે જયારે અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રોસ આવતા મહિને આ જ મુદ્દા પાર ચર્ચા કરવા માટે ચીન જાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ ઘણા સમયથી બની રહી છે. 23 માર્ચ ના રોજ ટ્રમ્પએ 60 આરબ ચીની ઉત્પાદો પર પ્રશુલ્ક લગાવવાની જાહેરાત કરી હતી,જેના પ્રતિકાર રૂપે ચીને પણ અમેરિકી ઉત્પાદો પર 50 અરબ ડોલરનો પ્રશુલ્ક લગાવ્યું છે. જેમ કે અત્યાર સુધી આ પ્રશુલ્ક લાગુ નથી કરવામાં આવ્યું.