Not Set/ JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ કરાયું જાહેર, પંચકુલાના પ્રણવ ગોયલે કર્યું ટોપ

નવી દિલ્હી, દેશભરમાં એન્જિનીયરીંગના ક્ષેત્રમાં અભ્યાસ માટેની અગ્રણી સંસ્થાઓ IIT અને NIT માં એડમિશન લેવા માટે મહત્વની ગણવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે જાહેર કરાયેલા પરિણામમાં પંચકુલાના પ્રણવ ગોયલે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. પ્રણવ ગોયલને કુલ ૩૬૦ માંથી ૩૩૭ માર્કસ મેળવ્યા છે. JEE એડવાન્સ પરીક્ષામાં કુલ ૧૫૫૧૫૮ વિદ્યાર્થીઓ હાજર […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં એન્જિનીયરીંગના ક્ષેત્રમાં અભ્યાસ માટેની અગ્રણી સંસ્થાઓ IIT અને NIT માં એડમિશન લેવા માટે મહત્વની ગણવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે જાહેર કરાયેલા પરિણામમાં પંચકુલાના પ્રણવ ગોયલે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. પ્રણવ ગોયલને કુલ ૩૬૦ માંથી ૩૩૭ માર્કસ મેળવ્યા છે.

JEE એડવાન્સ પરીક્ષામાં કુલ ૧૫૫૧૫૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૮૧૩૮ ઉમેદવારો પાસ થયા છે. JEEની રિઝલ્ટ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ jeeadv.ac.in પર જઈને જોઈ શકે છે.

JEE એડવાન્સમાં મીનલ પરખ ફિમેલ ટોપર છે, જેઓએ દેશભરમાં કુલ ૩૬૦ માંથી ૩૧૮ માર્કસ મેળવી છઠ્ઠી રેન્ક મેળવી છે, જયારે રાજધાની દિલ્હીમાં ટોપ પર રહેનારા સિમરપ્રિત સિંહે ૨૭૯ ગુણ મેળવ્યા છે અને દેશભરમાં ૭૫મું સ્થાન હાંસલ કર્યું છે.

આ રીતે જોઈ શકો છો JEE એડવાન્સ પરીક્ષાનું રિઝલ્ટ

સૌપ્રથમ રિઝલ્ટ જોવા માટે jeeadv.ac.in વેબસાઈટ પર પણ જોઈ શકો છો.

jeeadv.ac.in વેબસાઈટ પર ગયા બાદ results.jeeadv.ac.in પર જવાનું રહેશે.

ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાનો રજીસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે જાણકરી આપ્યા બાદ તમે રિઝલ્ટ જોઈ શકો છો.

મહત્વનું છે કે, JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન ૨૦ મેનાં રોજ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મે મહિનાના અંતિમ સપ્તાહમાં આન્સર કી જાહેર કરવામાં આવી હતી.

એન્જીનિયરીંગ કોલેજમાં એડમીશન લેવા માટે વિધાર્થીઓને પહેલા JEE મેન્સ અને ત્યારબાદ JEE એડવાન્સ પરીક્ષામાં ભાગ લેવાનું હોય છે. JEE મેન્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર જ એડવાન્સની પરીક્ષામાં ભાગ લઇ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને અપાતી રેન્કના આધાર પર એડમિશન આપવામાં આવે છે.