મુંબઈ
‘હિન્દી મીડિયમ’ અને ‘કરીબ-કરીબ સિંગલ’ જેવી ફિલ્મો બાદ ઈરફાન ખાન હવે વધુ એક ફિલ્મ સાથે દર્શકોને ઈમ્પ્રેસ કરવા તૈયાર છે. ઈરફાન હવે હોલીવુડ ફિલ્મ ‘પઝલ’માં જોવા મળશે.
આ ફિલ્મનુ સત્તાવાર પોસ્ટર આખરે રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. પઝલનુ ટ્રેલર પણ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં ઈરફાન ખાન સ્કોટિશ અભિનેત્રી કૈલી મૈકડોનાલ્ડ સાથે સ્ક્રિનશેર કરતો નજરે પડી રહ્યો છે.

ફિલ્મનો પ્લોટ કૈલીના પાત્રની આસપાસ ફરે છે જે એક સાધારણ ગૃહિણીના પાત્રમાં છે. તે પોતાની કંટાળાજનક જિંદગીમાંથી બહાર આવવા માંગે છે અને એક દિવસ તેની મુલાકાત ઈરફાન ખાનના પાત્ર સાથે થાય છે. આ ફિલ્મ 13 જુલાઈના રોજ રીલીઝ થવાની છે. મહત્વનુ છે કે પઝલ ઉપરાંત ઈરફાન ખાનની કાંરવા ફિલ્મ પણ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે.
