નવી દિલ્હી,
આજથી લગભગ બે વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૧૬માં પનામા પેપર્સના છપાયાના ૩ સપ્તાહ પહેલા જ પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકાને કરાયેલા ઈ-મેલમાં કેટલાક ભારતીયોના નામ સામે આવ્યા હતા, ત્યારે હવે વધુ એકવાર આ મામલે નવો ખુલાસો થયો છે.
પનામા પેપર્સના સામે આવેલા નવા દસ્તાવેજમાં કેટલાક નવા નામ સામે આવ્યા છે અને સાથે સાથે બે વર્ષ પહેલાના જુના વેપારીઓ દ્વારા કરાયેલી ટેક્સ ચોરીના આરોપો યોગ્ય સાબિત થઇ રહ્યા છે.
૧૨૦૦૦ દસ્તાવેજ ભારતીયો સાથે જોડાયેલા છે
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સ્પ્રેસના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ કન્સોર્શીયમ ઓફ ઇન્વેસ્ટીગેટિગ જર્નાલિસ્ટ દ્વારા ૧૨ લાખ કરતા પણ વધુ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. આ દસ્તાવેજોમાં ઓછામાં ઓછા ૧૨,૦૦૦ જેટલા નવા દસ્તાવેજ ભારતીય સાથે સંકળાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા એક મલ્ટી એન્જસી ગ્રુપ (MAG) બનાવવામાં આવ્યું છે જે લિસ્ટમાં શામેલ ૪૨૬ ભારતીય લોકો સામે તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું અંગેની માહિતી લેવામાં આવી છે.
જૂના દસ્તાવેજોમાં આ ભારતીયોના નામ આવ્યા હતા સામે
પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકાને કરાયેલા ઈ-મેલમાં કેટલાક ભારતીયોના નામ સામે આવ્યા છે. જેમાં પીવીઆર સિનેમાના માલિક અજય બિજલી, સુનિલ મિત્તલના પુત્ર અને હાઈક મેસેંજરના સીઈઓ ક્વીન ભારતી મિત્તલ અને એશિયન પેઈન્ટ્સના CEO અશ્વિન દાનીના પુત્ર જલજ અશ્વિન દાનીનુ નામ સામેલ છે.
આ એ લોકો છે જેમની વિદેશમાં કંપનીઓ હોવાનુ સામે આવ્યુ છે. મોસૈક ફોનસેકા તેમના માટે કામ કરતી હતી.
એક અગ્રણી સમાચારપત્રના જણાવ્યા મુજબ, કેબીએમ ગ્લોબલ લિમિટેડના પ્રવર્તક તરીકે કવીન ભારતી મિત્તલનુ નામ સામે આવ્યુ છે. આ ફર્મ બ્રિટિશ વર્ઝિન આઈલેન્ડ (બીવીઆઈ)માં ડિસેમ્બર ૨૦૦૮માં પંજીકૃત થયુ હતું.
જયારે માર્ચ ૨૦૧૬ના ઈ-મેલમાં કવીનનુ નામ કંપનીના લાભાર્થી પ્રવર્તકના રુપમાં સામે આવ્યુ છે. જેમાં તેમનો અમૃતા શેરગિલ માર્ગ, નવી દિલ્હીનુ સરનામુ પણ આપવામાં આવ્યુ છે.
નવા ખુલાસામાં ૧૨ લાખ એવા દસ્તાવેજ છે જેમાં ૧૨૦૦૦ દસ્તાવેજ ભારતીયો સાથે જોડાયેલા છે તે નામ આ મુજબ છે :

અમિતાભ બચ્ચન : બોલીવુડ સુપરસ્ટાર
શિવ વિક્રમ ખેમકા : સન ગ્રુપના પ્રમુખ નંદલાલ ખેમકાના પુત્ર
જહાંગીરી સોરાબજી : પૂર્વ અટોર્ની જનરલ સોલી સોબરાજીના પુત્ર
કે પી સિંહ : DLF સમૂહના પ્રમુખ
અનુરાગ કેજરીવાલ : લોકસત્તા પાર્ટીના પૂર્વ નેતા
નવીન મેહરા : મેહરાસન્સ જ્યુલર્સના માલિક
હાજરા ઇકબાલ મેનન : અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચીની પત્ની
