Not Set/ “સંજુ”ની માધુરીએ કહ્યું: એકદમ નોટી બાળક છે રણબીર કપૂર

મુંબઈ, નાગિન-3 સીરીયલના કારણે ચર્ચામાં રહેલી અભિનેત્રી કરિશ્મા તન્ના રણબીર કપૂર સાથે ફિલ્મ સંજુમાં દેખાશે. જોકે, કરિશ્મા તન્નાએ ફિલ્મમાં પોતાના રોલને હજુ ગુપ્ત જ રાખ્યો છે. પરંતુ રણબીર સાથે કામ કરવાના અનુભવ વીશે તેણે વાત કરી હતી. જણાવી દઈએ કે સંજુ, કરિશ્માની બીજી ફિલ્મ છે. કરિશ્માએ રણબીર સાથે શૂટિંગ દરમિયાન થયેલા અનુભવ વિશે વાત કરતા […]

Trending Entertainment

મુંબઈ,

નાગિન-3 સીરીયલના કારણે ચર્ચામાં રહેલી અભિનેત્રી કરિશ્મા તન્ના રણબીર કપૂર સાથે ફિલ્મ સંજુમાં દેખાશે. જોકે, કરિશ્મા તન્નાએ ફિલ્મમાં પોતાના રોલને હજુ ગુપ્ત જ રાખ્યો છે. પરંતુ રણબીર સાથે કામ કરવાના અનુભવ વીશે તેણે વાત કરી હતી.

જણાવી દઈએ કે સંજુ, કરિશ્માની બીજી ફિલ્મ છે. કરિશ્માએ રણબીર સાથે શૂટિંગ દરમિયાન થયેલા અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે રણબીર સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. અને રણબીર એકદમ નોટી બાળક જેવો છે. રણબીર વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કરિશ્માએ જણાવ્યું કે રણબીર અદ્ભુત છે, એકદમ વ્યવસાયિક અને નોટી બાળક જેવો છે. તેની પાસે ખુબ સારું હ્યુમર છે અને સેટ પર મજા કરે છે. તે સારી રીતે વાત કરે છે અને એની સાથે કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો. આ વાતની ખુબ ચર્ચા થઇ રહી છે કે કરિશ્મા ફિલ્મમાં અભિનેત્રી માધુરી દિક્ષિતના કિરદારમાં જોવા મળી શકે છે. પરંતુ અધિકારીક રીતે આની કોઈ ઘોષણા કરવામાં આવી નથી.

કરિશ્માએ આગળ જણાવ્યું કે ફિલ્મો સાઈન કરવામાં એમને કોઈ ઉતાવળ નથી. એમની પાસે ઘણી ફિલ્મોની ઓફર છે, પરંતુ ફિલ્મી વાર્તામાં દમ નથી હોતો એટલે એવી ફિલ્મો નથી કરવી.

ફિલ્મ સંજુનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે અને ફિલ્મમાં સોનમ કપૂર, વીકી કૌશલ અને અનુષ્કા શર્મા પણ મહત્વના કિરદારમાં જોવા મળશે. સંજુ, 29 જુને સિનેમાઘરોમાં રિલીઝ થશે.