Not Set/ ફિલ્મમાં દેખાશે લાલુ પુત્ર તેજપ્રતાપ: ટ્વીટર પર શેર કર્યું ફિલ્મનું પોસ્ટર

મુંબઈ, બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ રાજનીતિ બાદ હવે ફિલ્મોમાં પણ નસીબ અજમાવશે. સોશિયલ મિડિયા પર એક્ટીવ રહેતા તેજપ્રતાપે ટ્વીટર હેન્ડલ પરથી એક ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. pic.twitter.com/cQZakEbeGm — Tej Pratap Yadav (@TejYadav14) June 27, 2018 આ ફિલ્મનું નામ રુદ્રા, ધ અવતાર છે. તેજપ્રતાપ […]

Top Stories India Entertainment

મુંબઈ,

બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ રાજનીતિ બાદ હવે ફિલ્મોમાં પણ નસીબ અજમાવશે. સોશિયલ મિડિયા પર એક્ટીવ રહેતા તેજપ્રતાપે ટ્વીટર હેન્ડલ પરથી એક ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

આ ફિલ્મનું નામ રુદ્રા, ધ અવતાર છે. તેજપ્રતાપ આ પોસ્ટરમાં હીરોની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેજપ્રતાપ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય તેજપ્રતાપ યાદવને કલા, સંગીતમાં ખુબ રૂચી હોવાનું કહેવાય રહ્યું છે. તેઓને એક સારા વાંસળી વાદક પણ માનવામાં આવે છે.

લાલુના મોટા પત્ર તેજપ્રતાપના થોડા સમય પહેલા જ લગ્ન થયા છે. તેઓ હાલ મુંબઈમાં છે. જ્યાં એમના પિતા લાલુ પ્રસાદનો ઈલાજ ચાલી રહ્યો છે. તેજપ્રતાપનું આ ફિલ્મી પોસ્ટર સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.