વડોદરા
રાજ્યમાં બાળક ચોરની અફવા એટલી હદે પ્રસરી છે કે ક્યાંય કોઈ પણ અજાણ્યા વ્યક્તિ દેખાય તેને શંકાની નજરે જોવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવે છે. આવી જ એક ઘટના વડોદરાના સયાજી હાઈસ્કુલ બહાર બની છે.
લોકોના ટોળાએ બે શખ્સો બાળક ચોર સમજી બે માંથી એક શખ્સને પકડી ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી યુવાનનો કબજો મેળવ્યો હતો અને યુવાનની પુછપરછ હાથ ધરી હતી.
પોલીસ પુછતાછમાં યુવાન દંતેશ્વરનો હોવાનું સામે આવ્યું હતું. યુવાન કામ અર્થે સયાજી સ્કુલ તરફ આવ્યો હતો. મહત્વનું છે કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા આગળ ન આવતા પોલીસ ફરિયાદ નોંધવા બાબતે અવઢવમાં મુકાઈ હતી.
