મુંબઈ
અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિતમાં બની રહી સલમાન ખાનની ફિલ્મ નું નામ ‘ભારત’ રાખવામાં આવ્યું છે. પરંતુ જો તાજેતરની અફવાઓનું માનવામાં આવે તો, ફિલ્મનું નામ બદલીને ‘હિન્દુસ્તા’ કરી શકાય છે. આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવું પણ કહેવાય છે કે લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ થવાનું હતું તે હવે પંજાબમાં થશે. અલી અબ્બાસ ઝફરે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે.
સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને દિશા પાટનીની આ ફિલ્મ વર્ષ 2019 ના ઈદના દિવસે રિલીઝ થશે. આ સલમાન ખાનની સૌથી મોંધી ફિલ્મોમાંની ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 180 કરોડ રાખવામાં આવ્યું છે. તેથી, ફિલ્મની અપેક્ષાઓ પણ નોંધપાત્ર રીતે વધી છે.
આપને જણાવી દઈએ કે 2014માં રિલીઝ થયેલ કોરિયન ફિલ્મ Ode To My Father ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મની સ્ટોરી અંગે વાત કરીએ તો, ભારત 70 વર્ષોની સ્ટોરી છે. તેથી, તેમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓ ઉમેરવામાં આવી છે. એક ઇન્ટરવ્યુંમાં અલી અબ્બાસ ઝફરે કહ્યું કે આ ફિલ્મમાં ભારતની સ્વતંત્રતાની વાર્તા પણ છે, તેમાં ઘણા કીરદારો અને ઘટનાઓ દર્શાવવામાં આવશે.
