હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલતો નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, તાપી, છોટા ઉદેપુર અને ભરૂચમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે.
સતત 24 કલાક થી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્વાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના મોટો ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થવાને કારણે કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં મેઘો સૌરાષ્ટ્ર તરફ વળવાનો છે જેથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને સચેત કરી દેવામાં આવ્યા છે.
આગામી 24 કલાકમાં જૂનાગઢ, ભાવનગર સહિત અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. મહત્વનું છે કે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવા આવી છે.
