Not Set/ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરે ભારતીય કેપ્ટન કોહલીને લઇ કરી આ ભવિષ્યવાણી

સિડની, ચાલુ વર્ષના અંતે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, ત્યારે આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને લઇ એક ભવિષ્યવાણી કરી છે. પેટ કમિન્સે વિરાટ કોહલી અંગે ભવિષ્યવાણી કરતા કહ્યું, “આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વિરાટ કોહલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં એક પણ સદી ફટકારી શકશે […]

Trending Sports

સિડની,

ચાલુ વર્ષના અંતે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, ત્યારે આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને લઇ એક ભવિષ્યવાણી કરી છે.

પેટ કમિન્સે વિરાટ કોહલી અંગે ભવિષ્યવાણી કરતા કહ્યું, “આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વિરાટ કોહલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં એક પણ સદી ફટકારી શકશે નહી”. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ પોતાનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નવેમ્બર મહિનાથી શરુ કરવાની છે અને આ દરમિયાન તે ઓસ્ટ્રેલિયા સામે ૪ ટેસ્ટ મેચ, ૩ ટી-૨૦ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમશે.

કાંગારું ઝડપી બોલરે સિડનીમાં ચેનલ ૭ સાથેના એક કાર્યક્રમમાં કહ્યું, “મારી સાહસિક અને બેબાક ભવિષ્યવાણી છે, હું કહીશ કે, મને લાગી રહ્યું છે કે વિરાટ કોહલી સદી બનાવી શકશે નહિ અને અમે તેઓને હરાવીશું”.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિરાટ કોહલીએ આઠ ટેસ્ટ મેચ રમી છે. આ ૮ મેચમાં કોહલીની એવરેજ ૬૨ રન પ્રતિ મેચની રહી છે અને આ દરમિયાન ૫ સદી ફટકારી છે.

પેટ કમિન્સની સાથે સાથે આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રા પણ હાજર રહ્યા હતા, મેકગ્રાએ પણ અનુમાન લગાવ્યું છે કે, “૪ ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારતને ૪-૦થી હરાવશે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “યજમાન ટીમ કોહલીને નિશાન બનાવે. હું ચાહું છું કે, ઓસ્ટ્રેલિયાઈ ટીમ કોહલી પર દબાણ બનાવે અને જોવે કે આ દબાણ સામે કેવી રીતે સામનો કરે છે. કોહલીનો મિજાજ થોડો આક્રમક છે. ગત વખતે જયારે ભારતીય ટીમ અહિયાં આવી હતી, ત્યારે જોયું હતું કે તેનાથી પાછળ હટવાવાળું કોઈ નથી.