મુંબઈ
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’નું ટીઝર 13 જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે શાહરૂખે તેના વેરીફાઈડ ટ્વિટર હેન્ડલથી એનિમેટેડ ટીઝર વિડીયો રિલિઝ કર્યો છે. જો કે આ વિડિઓ સત્તાવાર નથી, પરંતુ એક YouTube ચેનલ દ્રારા અપલોડ કરવામાં આવ્યું છે. આ વિડિયો બનાવવા માટે શાહરૂખે તેમના ચાહકોનો આભાર માન્યો છે. તેમણે લખ્યું, “આભાર, આ ટીઝર ખુબ જ સુંદર છે.”
આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથી જોવા મળશે. મુવી ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. જ્યાં સુધી ઓફિસિયલ તીઝ્રની વાત કરવામાં આવે તો, છેલ્લા ત્રણ સપ્તાહમાં YouTube પર 30 મિલિયનથી વધુ જોવામાં આવ્યું છે. આનંદ એલ. રાય નિર્દેશિત ફિલ્મ ઝીરોને આ વર્ષે 21 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
જુઓ વિડીયો
ઝીરોના ટીઝરમા શાહરુખ ખાનના રોલ વિશે ખુલાસો પણ કર્યો છે. આ ફિલ્મમાં, કિંગ ખાન બઉઆ સિંહની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મના ટીઝરની શરૂઆત પ્રસિદ્ધ શાયર મજરુહ સુલ્તાનપુરી સિંહ સાથે શરૂ થાય છે, ‘મેં અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝિલ મગર,લોગ સાથ આતે ગઈ ઓર કારવાબનતા ગયા.’ આની સાથે ઠીગુંજીનો રોલ કરી રહેલ શાહરુખ ખાન પ્રવેશ છે.
