દિલ્હી,
આગામી વર્ષે ગણતંત્ર દિવસ પરેડ માટે ભારતે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપ્યું છે.એક જાણીતા અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે ભારતે અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 2019ના ગણતંત્ર દિવસે ચીફ ગેસ્ટ બનવા માટે આમંત્રણ મોકલી આપ્યું છે.ભારત સરકારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને આ આમંત્રણ આ વર્ષે એપ્રિલમાં મોકલ્યું હતું. એવા સંકેત છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતના આ આમંત્રણ પર સકારાત્મક રીતે વિચાર કરી રહ્યું છે. ભારતે આ આમંત્રણ બંને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની રાજનીતિક ચર્ચા થયા બાદ મોકલ્યું છે
જણાવી દઈએ કે વર્ષ 2015માં આયોજિત થયેલી ગણતંત્ર દિવસ પરેડમાં તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદી સરકારને પહેલા મુખ્ય અતિથિ બન્યા હતા.
ભારતના આમંત્રણ પર હજુ સુધી વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા નથી આવી.
