Not Set/ VIDEO : અર્જુન તેંડુલકરે ૧૨માં બોલે જ લીધી પોતાની પ્રથમ વિકેટ, વિનોદ કાંબલીએ કર્યું ભાવુક ટ્વીટ

કોલંબો, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યા બાદ હવે પોતાનું શાનદાર પરફોર્મન્સ આપવાનું શરુ કર્યું છે. અર્જુન તેંડુલકરે પોતાના કેરિયરની પ્રથમ વિકેટ ૧૨માં બોલે જ લીધી છે. અર્જુન તેંડુલકરે કોલંબોમાં રમાઈ રહેલી ભારતીય અન્ડર – ૧૯ ટીમ અને શ્રીલંકા વચ્ચેની ચાર દિવસીય યુથ ટેસ્ટ મેચમાં આ વિકેટ લીધી છે. શ્રીલંકા સામેની મેચમાં […]

Sports

કોલંબો,

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યા બાદ હવે પોતાનું શાનદાર પરફોર્મન્સ આપવાનું શરુ કર્યું છે. અર્જુન તેંડુલકરે પોતાના કેરિયરની પ્રથમ વિકેટ ૧૨માં બોલે જ લીધી છે.

અર્જુન તેંડુલકરે કોલંબોમાં રમાઈ રહેલી ભારતીય અન્ડર – ૧૯ ટીમ અને શ્રીલંકા વચ્ચેની ચાર દિવસીય યુથ ટેસ્ટ મેચમાં આ વિકેટ લીધી છે.

શ્રીલંકા સામેની મેચમાં યજમાન ટીમના બેટ્સમેન કામિલ મિશ્રાને અર્જુન તેંડુલકરે એલબીડબલ્યુ કરીને પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. કામિલે ૧૧ બોલમાં ૯ રન બનાવ્યા હતા ત્યારે ડાબા હાથના ઝડપી બોલરે તેણે પોતાનો શિકાર બનાવ્યો હતો.

બીજી બાજુ સચિન તેંડુલકરના નજીકના મિત્ર અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ અર્જુન તેંડુલકરના શાનદાર પ્રદર્શન પર શુભકામનાઓ આપી છે અને સાથે સાથે એક ભાવુક ટ્વીટ પણ કર્યું છે.

વિનોદ કાંબલીએ ટ્વીટ કરતા જણાવ્યું, “જયારે હું એ જોયું ત્યારે મારી આંખોમાં આંસુ આવ્યા હતા. હું એ અર્જુનને મોટા થતો જોયો છે. હું એ જોયું છે કે તેણે રમતમાં કેટલી તેની મહેનત કરી છે. તમારા માટે મને ખુબ જ ખુશી છે. આ તો બસ એક શરૂઆત છે. મારી શુભકામનાઓ છે કે, આવનારા સમયમાં તમે ખુબ વધુ સિદ્ધિઓ હાંસલ કરશો. પોતાના પ્રથમ વિકેટની ખુશીનો આનંદ ઉઠાઓ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની અન્ડર-૧૯ ટીમ શ્રીલંકાના પ્રવાસ પર બે યુથ ટેસ્ટ મેચ રમવા માટે જઈ છે, જયારે જુનિયર તેંડુલકરનો ભારત તરફથી આ પ્રથમ પ્રવાસ છે.