Not Set/ કેરલા: ટોલ ટેક્સ માંગવા પર એમએલએ એ તોડ્યું ટોલ બેરીયર, વિડીયો વાયરલ

કેરલા, કેરલાના એમએલએ ને ટોલ ટેક્સ પર રોડ ટેક્સ ભરવાનું કહેવા પર ગુસ્સે થઈને ટોલ ટેક્સનું બેરીયર તોડી નાખ્યાની ઘટના બહાર આવી છે. આ એમએલએ નું નામ પી.સી. જ્યોર્જ છે, જેણે મંગળવાર રાતે ટોલ ટેક્સના કર્મચારી દ્વારા ટોલ ટેક્સ ભરવાનું કહેવા પર ગુસ્સે થઈને ટોલનું બેરીયર તોડી નાખ્યું હતું. એમએલએ જ્યોર્જ કોચીથી પરત ફરી અને […]

Top Stories India

કેરલા,

કેરલાના એમએલએ ને ટોલ ટેક્સ પર રોડ ટેક્સ ભરવાનું કહેવા પર ગુસ્સે થઈને ટોલ ટેક્સનું બેરીયર તોડી નાખ્યાની ઘટના બહાર આવી છે.

આ એમએલએ નું નામ પી.સી. જ્યોર્જ છે, જેણે મંગળવાર રાતે ટોલ ટેક્સના કર્મચારી દ્વારા ટોલ ટેક્સ ભરવાનું કહેવા પર ગુસ્સે થઈને ટોલનું બેરીયર તોડી નાખ્યું હતું.

એમએલએ જ્યોર્જ કોચીથી પરત ફરી અને થ્રિસુર જઈ રહયા હતા ત્યારે તેમની ગાડીને પેલિએક્કારા ટોલ પ્લાઝા પર રોકવામાં આવી હતી.ટોલ પ્લાઝા પર ટેક્સ કર્મચારી દ્વારા એમએલએ ને ટેક્સ ભરવાનું કહેવા પર એમએલએ એ અને તેમના સમર્થકોએ ટોળનું બેયાર તોડી નાખ્યું હતું.

ટોલ પ્લાઝા પર સીસીટીવી કેમેરા હોવાના કારણે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જયારે આ ઘટના સોશિયલ મીડિયામાં બહાર આવી ત્યારે આ ઘટના ચગી ગઈ હતી. જેના કારણે આ ઘટનાને હાઈક માંડ્યું હતું અને આ વિડીયો મોટી માત્રામાં ફેલાઈ ગયો હતો.