વોશિંગ્ટન
અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા તેના પ્રથમ અંતરીક્ષ યાનને સૂર્ય તરફ મોકલવા માટેની તૈયારી કરી રહ્યુ છે. એક કાર જેવા આકારનુ આ અંતરીક્ષ યાન સૂર્યની સપાટીથી ૪૦ લાખ માઈલ દૂરથી પસાર થશે. મહત્વનુ છે કે આ પહેલા કોઈપણ અંતરીક્ષ યાને સૂર્યના આટલા પ્રકાશ અને તાપનો સામનો કર્યો નથી.
પાર્કર સોલાર પ્રોબ યુનાઈટેડ લોન્ચ એલાયન્સ ડેલ્ટા ૪ હેવીયાનમાં અંતરીક્ષમાં ઉડાન ભરશે. આ અંતરીક્ષ યાન માનવ દ્વારા નિર્મિત અત્યાર સુધીની કોઈપણ વસ્તુના મુકાબલે સુર્યની સૌથી વધુ નજીક જઈ તેનુ અધ્યયન કરશે. અમેરીકામાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના હેલિયોફિઝિક્સ સાઈન્સ ડિવીઝનના સહયોગી નિર્દેશક એલેક્સ યંગે જણાવ્યુ કે,
“અમે દાયકાઓથી સૂર્યનુ અધ્યયન કરી રહ્યા છીએ અને હવે અમને સાચા અર્થમાં ખબર પડશે કે અમે કેટલા સફળ થયા છીએ. આપણે આંખોથી જ સુર્યને જાઈએ છીએ અને જેવો સૂર્ય આપણને દેખાય છે તેના કરતા સૂર્ય વધુ જટિલ છે. મનુષ્યની આંખોને સૂર્ય ભલે સ્થાયી, ગોળાકાર અને નહીં બદલાતી વસ્તુ તરીકે દેખાતો હોય પણ વાસ્તવિક્તા એ છે કે સૂર્ય એક ગતિશીલ અને ચુંબકીય રીતે સક્રિય તારો છે.”
અંતરીક્ષ યાન પાર્ક સોલાર પોતાની સાથે વિવિધ ઉપકરણો લઈ જશે. જે સૂર્યનુ અંદરથી અનેન આસપાસથી પ્રત્યક્ષ રીતે અધ્યયન કરશે. આ ઉપકરણો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પરથી વૈજ્ઞાનિકોને સૌરમંડળના કેન્દ્ર એવા આ ચુંબકીયા તારાના પાયાના સવાલોના જવાબ મેળવવામાં મદદ મળશે.