મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા તેની પહેલી ગુજરાતી ફિલ્મ કરવા માટે તૈયાર છે.પ્રિયંકા ચોપરાએ પ્રોડ્યુસ કરેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ની બની રહેલી ગુજરાતી રીમેકમાં જુહી ચાવલા મહત્વના રોલમાં જોવા મળશે.આ ફિલ્મમાં મુળ ગુજરાતી ‘બીડુ’ જેકી શ્રોફ પણ હશે.
ગુજરાતી બીઝેનેસમેન જય મહેતા સાથે લગ્ન કરીને ઠરીઠામ થયેલી જુહી કહ્યું કે આ ગુજરાતી ફિલ્મમાં જેકી શ્રોફ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તે ખૂબ જ કૂલ કો-સ્ટાર્સમાંથી એક છે. જેકી એક એવી વ્યક્તિ છે, જે સૌનો મિત્ર છે.
જુહીએ મે મહિનામાં ગુજરાતી ફિલ્મની કાસ્ટ સાથે એક ફોટો પણ પડાવ્યો હતો.
I had a dream to do at least one film in every language of India. Recently got a chance to work for the Gujarati remake of hit Marathi film Ventilator. My role was with the entire cast, it was lovely to meet them all.. It was such a great experience to work with them 😇 pic.twitter.com/wQVYcq8crr
— Juhi Chawla Mehta (@iam_juhi) May 27, 2018
જુહીએ ખુલાસો કરતા કહ્યું છે કે, જેકીએ જ તેને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ તેના રોલ પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મમાં જુહી ડો. શ્રોફનું પાત્ર ભજવશે. મરાઠી વર્જનમાં આ રોલ બોમન ઈરાનીએ કર્યો છે.
જુહી આ ફિલ્મનો ભાગ બનીને ખુશ છે, કારણ કે દરેક ભારતીય ભાષાની ફિલ્મમાં કામ કરવાનું તેનું સપનું હતું. આ પહેલાં તે કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ, બંગાળી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
આ ફિલ્મમાં જેકી અને જુહી સિવાય પ્રતીક ગાંધી,મિત્ર ગઢવી અને મનન દેસાઇ હશે.
