Not Set/ મુઝફ્ફરનગરમાં અજીબોગરીબ ઘટના : બળદના તેરમા માં એકઠા થયા 5000 માણસો …

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં સોમવારે તેરમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તેરમું કોઈ માણસનું નહિ પરંતુ એક બળદ નું હતું. આમાં લગભગ 5,000 લોકો સામેલ થયા હતા. આટલુંજ નહિ સ્થાનિક ધારાસભ્ય પણ આમાં પહોંચ્યા હતા અને બળદને શ્રદ્ધાંજલિ આપી હતી. ગામના લોકો આ બળદને નંદી અને ભોલા કહીને બોલાવતા […]

Top Stories India

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં સોમવારે તેરમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તેરમું કોઈ માણસનું નહિ પરંતુ એક બળદ નું હતું. આમાં લગભગ 5,000 લોકો સામેલ થયા હતા. આટલુંજ નહિ સ્થાનિક ધારાસભ્ય પણ આમાં પહોંચ્યા હતા અને બળદને શ્રદ્ધાંજલિ આપી હતી. ગામના લોકો આ બળદને નંદી અને ભોલા કહીને બોલાવતા હતા. એનું મૃત્યુ 24 જુલાઈએ હાઇટેન્શન તારની પકડમાં આવતા થયું હતું. તેરમા બાદ એક વાછરડા ની પાઘડીની વિધિ પણ કરવામાં આવી હતી.

તેરમાનું આયોજન રવિવારે ઉકાવલી ગામમાં કરવામાં આવ્યું હતું. તેરમા ની શરૂઆત હવન સાથે કરવામાં આવી હતી. બાદમાં ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક જનાર્દન ત્યાગીએ જણાવ્યું કે ભોલાને બધા પ્રેમ કરતા હતા. તે એટલો પ્રેમાળ હતો કે બાળકો એની સાથે રમતા હતા. અને તે દરેક ઘરમાં ખાવાનું ખાવા જતો હતો.

મનોજ ત્યાગીએ જણાવ્યું કે નંદી અને ગામવાળાઓ વચ્ચે અજીબ કનેક્શન હતું. લોકોને એના મૃત્યુનું ખુબ દુઃખ છે. ભોજન માટે દરેક ઘર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું.

ત્યાગીએ જણાવ્યું કે નંદીના ત્રણ વર્ષના વાછરડા ને પાઘડી પહેરાવવામાં આવી હતી. તે હવે ગામમાં નંદિની જગ્યા લેશે. આ આયોજનમાં સામેલ થયેલા બુઢાનાના ધારાસભ્ય ઉમેશ માલિકે જણાવ્યું કે એમને ઘણી ખુશી છે કે ગામવાળાઓ પશુઓને આટલો પ્રેમ કરે છે. એમણે માણસની જેમ નંદીના અંતિમ સંસ્કાર કર્યા હતા.