નવી દિલ્હી.
દિલ્હીના મોતીનગર વિસ્તારમાં આસ્થાના નામે કાવડિયાઓની ગુંડાગીરી સામે આવી છે. અહીં કાર દ્વારા અકસ્માત સર્જાયા બાદ કાવડિયાઓએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો અને એક કાર પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.
કાર દ્વારા એક કાવડિયાને ઇજા થયા બાદ કાવડિયાઓએ લાઠી-ડંડાથી કાર પર હુમલો કરી દીધો હતો. કાવડિયાઓની ભીડે એક પછી એક કાર પર લાઠીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું, જેમાં કોઇ કારના બોનેટ પર હુમલો કરાયો તો કોઇ કારના બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
https://twitter.com/shuklachandan1/status/1026877763146473472
આ માર્ગ પર કાવડિયાઓની ભીડ જમા થતી ગઇ અને પસાર થતી કાર પર લાઠીઓ વરસતી રહી. આ દરમિયાન માર્ગ પર ટ્રાફિક ચાલુ રહ્યો, પરંતુ કોઇએ પણ કાવડિયાઓ પાસે જવાની હિંમત કરી નહીં. કારના કાચ અને બારીઓ તોડ્યા બાદ પણ કાવડિયાઓનો ગુસ્સો શાંત થયો નહીં અને આખરે એ કારને ઊંધી વાળી દીધી.
ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ ગુંડાગીરી પર ઊતરેલા કાવડિયાઓને રોકવામાં નાકામિયાબ રહ્યા. પોલીસની હાજરીમાં પણ કાવડિયાઓની ભીડ કાર પર ગુસ્સો ઠાલવતી રહી હતી.
જાણવા મળ્યા મુજબ ગઇ કાલે સાંજે મોતીનગર મેટ્રો સ્ટેશન પાસે ઘોડાગાડી સ્ટેન્ડ નજીક સેન્ટ્રો કારથી એક ભકતને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ કાવડિયાઓએ કારની હાલત ખરાબ કરી દીધી હતી. પોલીસનું કહેવું છે કે એક મહિલા આ કાર હંકારી રહી હતી. તેની સાથે એક પુરુષ પણ હતો, પરંતુ આ દંપતીને કોઇ ઇજા પહોંચી નહોતી.
Delhi:Car with 2 occupants pushed a kawar in Moti Nagar (7 Aug) that triggered altercation b/w kawars & occupants. When 1 occupant slapped a kawar, agitated kawars damaged car.Police arrived in 10 min but kawars had fled by then. Case registered: Vijay Kumar,DCP West Delhi Police pic.twitter.com/pQKnJTV9eJ
— ANI (@ANI) August 8, 2018
